જમ્મુ-કાશ્મીરના બડગામમાં એક ભયાનક અકસ્માત થયો છે. BSF જવાનોને લઈને જઈ રહેલી બસને બડગામ જિલ્લામાં અકસ્માત નડ્યો હતો. ખાઈમાં પલટી જવાથી 3 જવાનોના મોત થયા હતા. જ્યારે 32 જવાનો ઘાયલ થયા છે.
જમ્મુ-કાશ્મીરના બડગામમાં એક ભયાનક અકસ્માત થયો છે. બીજા તબક્કામાં બડગામ જિલ્લામાં ચૂંટણી ફરજ માટે BSF જવાનોને લઈ જતી બસને અકસ્માત નડ્યો હતો. ખાઈમાં પલટી જવાથી 3 જવાનોના મોત થયા હતા. જ્યારે 32 જવાનો ઘાયલ થયા છે. ઘાયલોને એસડીએચ ખાન સાહિબ અને બડગામની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મળી છે કે બડગામના બ્રેઈલ વોટરહોલ વિસ્તારમાં બસને અકસ્માત નડ્યો હતો. અચાનક બસ રોડ પરથી લપસીને ખાડામાં પડી હતી.
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બસમાં ફસાયેલા જવાનોને બહાર કાઢવામાં આવ્યા હતા. માહિતી મળતા જ વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતના કારણો હજુ સુધી જાણવા મળ્યા નથી. બીજી બાજુ શુક્રવારે રાજસ્થાનના જેસલમેરમાં પોકરણ ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં મોર્ટાર વિસ્ફોટમાં બીએસએફના ત્રણ જવાનો ઘાયલ થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech