એક રૂપિયાની ફી લઈને બન્યો હીરો, પાનની દુકાને બદલાઈ ગઈ જિંદગી

  • July 12, 2024 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડના પ્રખ્યાત વિલન તરીકે પ્રખ્યાત થયેલા અભિનેતા પ્રાણની આજે 11મી પુણ્યતિથિ છે. તેણે 1940 થી 1990 દરમિયાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના શાનદાર અભિનયથી દર્શકોને દિવાના બનાવ્યા. તે એવા વિલન જેણે તેની અભિનયની સાથે સાથે તેનું ફિલ્મી કરિયર તેના પિતાથી છુપાવ્યું હતું.
પ્રાણનું અવસાન 12 જુલાઈ 2013ના રોજ થયું હતું. પ્રાણનું મૃત્યુ વૃદ્ધાવસ્થાના કારણે બગડતી તબિયતને કારણે થયું હતું. પ્રાણનંં નામ પ્રાણ ઉર્ફે કૃષ્ણા સિકંદ આહલુવાલિયા હતું. હીરો હોવા ઉપરાંત, અભિનેતાએ તેની કારકિર્દીમાં ભયંકર વિલન બનીને વધુ હેડલાઇન્સ બનાવી. તેણે 350 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. રાજ કપૂરની ફિલ્મ બોબીમાં ઋષિ કપૂરના પિતાના રોલ માટે પ્રાણે એક રૂપિયો ફી લીધી હતી. પ્રાણની ડિમાન્ડ એટલી હતી કે તેની ફી કોઈ ઉઠાવી શકે તેમ નહોતું અને મેરા નામ જોકર પછી રાજ કપૂરની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી જેના કારણે તે પ્રાણને કાસ્ટ કરી શક્યા નહોતા, તો પ્રાણે તેના માટે બોબી ફિલ્મમાં 1 રૂપિયામાં કામ કર્યું હતું.
અભિનેતા પ્રાણને તેની પહેલી ફિલ્મની ઓફર પાનની દુકાનમાંથી મળી હતી. 1940 માં, લેખક મોહમ્મદ વલીએ જ્યારે પ્રાણને જોયો, ત્યારે તેણે તેની પંજાબી ફિલ્મ યમલા જટ્ટ માટે તેને એક નજરે સાઈન કરી લીધો અને પ્રાણની આ પહેલી હિન્દી ફિલ્મ હતી જે સુપરહિટ સાબિત થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application