ટુકડા-ગોસામાં સરકારી માધ્યમિક શાળાનો થયો શુભારંભ

  • September 06, 2024 02:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ટુકડા-ગોસા  ખાતે શિક્ષક દિને જ  નવી સરકારી માધ્યમિક શાળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
ટુકડા-ગોસા  ખાતે શિક્ષક દિને જ  નવી સરકારી માધ્યમિક શાળાનો શુભારંભ કરવામાં આવ્યો છે. ધો-૯ માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી અને દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સરકારી માધ્યમિક શાળાનો આસપાસના બધા ગામોના બાળકોને લાભ મળશે.આ કાર્યક્રમમાં શાળાના સ્ટાફ પરિવાર માધ્યમિક શાળાના શિક્ષક  પરેશભાઈ હિંગળાજિયા તથા પ્રાથમિક શાળાના એસ.એમ.સી. સભ્યો તથા ગામના વાલીઓ અને ઉપસરપંચ સહિત વાલીઓએ હાજરી આપી હતી.સાથે સાથે પ્રાથમિક શાળામાં શાળાના બાળકો દ્વારા શિક્ષકદિનની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી,
જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક અને આચાર્ય તરીકેની ભૂમિકા અને ફરજ અદા કરવામાં આવી સાથે સાથે બાળકો દ્વારા શિક્ષણકાર્ય ઉપરાંત બાળકો દ્વારા પ્રાર્થનાસભા,  સાંસ્કૃતિક કાર્યક્રમ,  ઈતર શૈક્ષણિક અને સર્જાત્મક પ્રવૃત્તિ  કરવામાં આવી હતી. 
પ્રાઇમરી અને માધ્યમિકના તમામ બાળકોને શાળાના સિનિયર શિક્ષક  રાજીબેન દાસા શાળામા દાખલ થયાને ૧૩ વર્ષ પુર્ણ થતા તમામને તિથિ ભોજન  કરાવવામાં આવ્યુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application