વટ, વચન અને વેરવાળી બે મિત્રોની ફિલ્મ ‘સમંદર’

  • April 24, 2024 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


‘એના વાવટામાં વટ, વચન અને વેર ફરકતા હોય...ભલે પછી મઝધારે ગમે તેવા મોજા ઉછળતા હોય...કિનારે હૈયા ધબકતા હોય આવા દમદાર ડાયલોગ સાથેની ગુજરાતી ફિલ્મ સમંદર આગામી તા.17-મેના રોજ રિલીઝ થવા જઇ રહી છે તે પૂર્વે ફિલ્મના ટ્રેલરે ધમાકેદાર એન્ટ્રી સાથે ધૂમ મચાવી દીધી છે.

મે મહિનામાં રીલીઝ થનારી આ ફિલ્મ સમંદર ગુજરાતી ફિલ્મોમા ઇતિહાસ રચી દેશે. વટ વચન અને વેર દશર્વિતી બે મિત્રોની અનોખા અંદાજમાં અને અલગ કહાની સાથે આવનારી ગુજરાતી ફિલ્મ સમંદર 27-મેના રોજ રીલીઝ થશે.ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમ વખત અન્ડરવર્લ્ડ વિષય પર બનેલી આ ફિલ્મનું દિગ્દર્શન વિશાલ વડાવાળાએ કયુર્ં છે કેપી એન્ડ યુડી મોશન પીકચર મોશન હાઉસના બેનર હેઠળ આ અદ્ભુત અને રોમાંચિત કરતી ફિલ્મનું નિર્માણ પ્રોડયુસર કલ્પેશ પલાણ અને ઉદય શેખવા દ્વારા કરવામાં આવ્યું છે. ટીઝર રીલીઝ કર્યા બાદ દર્શકોની આતુરતાનો અંત લાવવા ફિલ્મ નિર્માતાએ ફિલ્મની તારીખ જાહેર કરી છે.

બે મિત્રોની આસપાસ ગુંથાયેલી આ ફિલ્મ 17મી મેના રોજ સિનેમાઘરોમાં રીલીઝ થનારી છે ત્યારે ચોટદાર અભિનય આપ્નાર બે મિત્રો એટલે જાણીતા અને પ્રભાવશાળી અભિનેતા મયુર ચૌહાણ માઇકલ અને જગજિતસિંહ વાઢેર. સમંદર ફિલ્મ એ વિશાલ વડાવાળાનો ડ્રિમ પ્રોજેકટ છે તેમણે જણાવ્યું હતું કે, આ ફિલ્મનો વિષય ગુજરાતી ફિલ્મો માટે કંઇક અલગ છે. જેને ગુજરાતી ફિલ્મના દર્શકોએ ઘણા સમયથી ડીમાન્ડ કરી હતી કે, ગુજરાતી ફિલ્મમાં ગુજરાતના ગેંગસ્ટરની સ્ટોરી રજૂ થાય. જેની ઇચ્છાને પુરી કરી સમંદર ફિલ્મ બનાવવામાં આવી છે. જેમાં માફિયાગીરીમાં બે મિત્રો કેવી રીતે દાખલ થાય છે અને કેવી રીતે બન્ને મિત્રો બને છે ત્યારબાદ વટ વચન અને વેર કેવી રીતે ઉભું થાય છે. આ સમગ્ર વાતર્નિે ખુબ સુંદર રીતે વણવી લેવામાં આવી છે.

જાણીતા સંગીતકાર કેદાર ભાર્ગવે ફિલ્મમાં સંગીત પીરસ્યું છે. ફિલ્મની વાતર્િ સ્વપ્નીલ મહેતા દ્વારા લખવામાં આવી છે. જયારે કલાકારમાં મયુર ચૌહણ, જગજિતસિંહ વાઢેર ઉપરાંત ચેતન ધનાણી, મમતા સોની, ધર્મેન્દ્ર ગોહિલ, કલ્પના ગગડેકર અને મયુર સોનેજી જેવા પ્રતિભાશાળી કલાકારો મુખ્ય ભુમિકામાં નજરે પડશે. ફિલ્મના પ્રોડયુસર કલ્પેશ પલાણ અને ઉદય શેખવાએ જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં દરિયાની સાથે દોસ્તીની વાતર્િ છે. ફિલ્મના મુખ્ય બે કલાકાર ઉદય અને સલમાનની દોસ્તીની વાર્તા છે.

ફિલ્મની સ્ક્રીપ્ટ સાંભળ્યા પછી અમને લાગ્યું કે આ કહાનીમાં દોસ્તીનું ઇમોશન છે સારા અને ખરાબ સમયમાં દોસ્તીની ભુમિકા મહત્વની છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહેલીવાર આવી ફિલ્મ બની રહી છે.જાણીતા ગાયકો નતાશ અઝીઝ અને આદિત્ય ગઢવીના અવાજમાં સ્વરબધ્ધ કરાયેલ ફિલ્મનું પ્રથમ સોંગ મારે હલેસા પણ રીલીઝ થઇ ચૂકયું છે જેને દર્શકોએ દિલથી વધાવ્યું છે. મુળભૂત રીતે ફિલ્મમાં સમંદરની વાત છે, મિત્રતાની વાત છે અને દરિયો અને દરિયા કિનારાની વાત છે, ક્રાઇમ અને પોલીટીકસ તથા માછીમારો પણ આ ફિલ્મમાં જોવા મળશે. ટૂંકમાં કહીએ તો ફિલ્મમાં વટ વચન અને વેરની વાત છે તો 17મી મેના રોજ સિનેમાઘરોમાં ફિલ્મ જોવા તૈયાર થઇ જાઓ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application