ક્રિકેટ રસિકોની સાથે સાથે પોલીસ માટે પણ અગત્ય જેવી બની રહેતી આઈપીએલ ટી–૨૦ સિરીઝમાં ગઈકાલે રાજકોટ ક્રાઈમ બ્રાંચે મવડી ચોકડી પાસે દ્રારિકા ઈન નામની હોટલમાં ચાલી રહેલ ક્રિકેટ સટ્ટાના નેટવર્ક પર છાપો માર્યેા હતો. કાલાવાડના મુરીલાના તથા રાજકોટના બે શખસોની આઈડી પર ક્રિકેટ સટ્ટો રમાડતા ઝડપી લીધા હતા. જયારે આઈડી આપનાર બુકી સુધીનાની હવે શોધખોળ આરંભાશે.
મવડી ચોકડીની દ્રારિકા ઈન હોટલમાં ત્રીજા મજલે રૂમ નં.૩૦૧માં ક્રિકેટ સટ્ટો રમાતો હોવાની ક્રાઈમ બ્રાંચના મહેશભાઈ ચાવડાને માહિતી મળી હતી.જે આધારે પીએસઆઈ એ.એસ.ગરચર, અનિલભાઈ સોનારા, હરદેવસિંહ રાણા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. ગઈકાલે રાત્રે લખનૌ તથા દિલ્હીની ટીમ વચ્ચે ચાલી રહેલા મેચ પર રૂમ નં.૩૦૧માં ક્રિકેટ સટ્ટાની હારજીત ચાલી રહી હતી.
જામનગરના કાલાવડ તાલુકાના મુરીલા ગામના ખેતીકામ કરતા કુલદિપસિંહ જીતેન્દ્રસિંહ જાડેજા ઉ.વ.૩૦ તથા રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર યોગેશ્ર્વર પાર્ક સોસાયટી–૨માં રહેતા રાજ જગદીશભાઈ ઠેસિયા નામના બે શખસોને ઝડપી લેવાયા હતા. લેપટોપ, મોબાઈલ ફોનમાં આઈડી મારફતે પંટરો (ગ્રાહકો) પાસેથી સોદા લેતા હતા. કલાસિક એકસ, પાર્ટ ૭૭૭, ડબલ બેટ ૯૯૯ નંબરની આઈડી મળી આવી હતી. બન્ને શખસોની લેપટોપ, ત્રણ મોબાઈલ ફોન ૧૨૦૦૦ની રોકડ મળી ૫૮,૦૦૦ના મુદ્દામાલ સાથે પકડી લઈ સરકાર પક્ષે કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજાની ફરિયાદ આધારે બન્નેની ધરપકડ કરી હતી.
બન્ને શખસોને આઈડી આપનાર બુકી તેમજ સોદા કરાવનારા પંટરો (ગ્રાહકો)ના આઈડી તેમજ મોબાઈલ આધારે લિસ્ટ કઢાવવા અને તપાસના કામે જરૂર પડે તેની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરાઈ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application‘ભુલ ભુલૈયા 3’ એ 6 દિવસમાં અધધધ...150 કરોડની કમાણી કરી, કાર્તિક આર્યનએ બનાવ્યો રેકોર્ડ
November 07, 2024 03:37 PMરાજ્ય સરકારનુ ઓપરેશન ગંગાજળમા વધુ બે કલાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશથી ખળભળાટ
November 07, 2024 03:27 PMકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech