જામનગર પત્રકાર મંડળના પરિવારજનો માટે બ્લડ ગૃપીંગ કેમ્પ યોજાયો

  • December 19, 2023 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર પત્રકાર મંડળ દ્વારા જામનગર વોલિયેન્ટરી બ્લડ બેન્કના સહયોગથી પત્રકારોના પરિવારજનો માટે વિના મૂલ્યે બ્લડ ગૃપીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ તકે જામનગર વોલિયેન્ટરી બ્લડ બેન્કના મેનેજીંગ ટ્રસ્ટી એ.ડી. જાડેજાને જામનગર પત્રકાર મંડળના પ્રમુખ ગીરીશભાઇ ગણાત્રા, ઉપપ્રમુખ કિંજલભાઇ કારસરીયા, સહમંત્રી સૂચિતભાઇ બારડ, ખજાનચી દિપકભાઇ લાંબા  સહિતના પત્રકાર મંડળના હોદેદારો દ્વારા મોમેન્ટો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ બ્લડ ગૃપિંગ કેમ્પમાં આજકાલ દૈનિકના પત્રકાર રમેશભાઇ ભટ્ટી સહિત જામનગરના પત્રકાર મંડળના સભ્યો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે પત્રકારો દ્વારા પણ મહામૂલી જિંદગી બચાવવા માટે રકતદાન પણ કરવામાં આવ્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application