BREAKING NEWS

જામનગરમાં ૩ મહિલા સહિત ૯ જુગારીની અટકાયત

  • December 27, 2025 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરના ગોકુલનગર રામનગર શેરી નં. ૩ વિસ્તારમાં જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમતા ૩ મહિલા સહિત ૬ની અટકાયત કરવામાં આવી હતી, જયારે શંકરટેકરી બારોટ ફળીમાં તિનપતીનો જુગાર રમતા ૩ શખ્સોને પકડી લેવાયા હતા.


શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલ રામનગરમાં ગંજીપતા વડે જુગાર રમતા રામનગરમાં રહેતા કાંતી મોહન કટેશીયા, હિરજી મિસ્ત્રી રોડ મંથન એપાર્ટમેન્ટમાં રહેતા દિવ્યેશ લાલજી શાહ, મુરલીધર પ્રાર્થના એપાર્ટમેન્ટમાં રહેતા ભીમા હમીર ગોજીયા, રામનગરના જયોતીબેન સામત ભાટુ, શિવનગરના હેમલતાબેન પ્રદિપ કરમુર અને મુરલીધર સોસાયટીના ઉષાબેન ચંદ્રેશ કપુરીયાની અટકાયત કરી રોકડા ૧૭૬૫૦ અને ગંજીપતા જપ્ત કરવામાં આવ્યા હતા.
​​​​​​​

બીજા દરોડામાં શંકરટેકરી વિસ્તારમાં આવેલ બારોટફળીમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા શંકરટેકરીના રવિરાજસિંહ ઘેલાભા રાઠોડ, સોમા ડાયા રાઠોડ અને વસંત ચંદુ ચાંદ્રાને પકડી લઇ ૧૨૩૭૦ની રોકડ અને ગંજીપતા કબ્જે લેવાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application