રસ્તા પરના પશુઓ હાંકનારા ૬૦ કર્મચારીઓના બે માસથી પગાર નહીં થતાં ધરણા

  • May 17, 2023 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોન્ટ્રાકટરો, આઉટસોર્સિંગ પેઢી નાણા આપવામાં ધાંધીયા કરતી હોવાથી કર્મચારીઓમાં રોષ

એક તરફ આઉટસોર્સિંગ એજન્સીઓમાં કામ કરતા કેટલાક કર્મચારીઓના પગાર ત્રણ-ચાર માસથી પગાર થયા નથી ત્યાં જામનગર શહેરમાં રસ્તા પરથી પશુઓ ભગાડનારા ૬૦ હાંકાઓના પગાર પણ નહીં થતાં તેઓએ ગઇકાલે ધરણા કર્યા હતાં.
જાણવા મળતી માહિતી મુજબ રુા.૪૫૧ દરરોજ આપીને કોર્પોરેશન દ્વારા ૬૦ જેટલા લોકોને શહેરમાં ઉભા રહેતા પશુઓને ભગાડવાની કામગીરી સોંપવામાં આવી છે, આવા કર્મચારીઓના પગાર બે મહીનાથી નહીં થતાં ગઇકાલે તેઓએ સોલીડ વેસ્ટ શાખાની ઓફીસ સામે ધરણા કર્યા હતાં, જો કે આ અંગે સોલીડ વેસ્ટ શાખાના ઉચ્ચ અધિકારીઓએ ઉપલા લેવલે રજૂઆત કરવાની ખાતરી આપી હતી, ત્યારબાદ વિપક્ષી નેતા ધવલ નંદાને પણ આ કર્મચારીઓએ એપ્રિલ માસનો પગાર નહીં મળ્યો હોવાની રજૂઆત કરી હતી.
શહેરમાં વોર્ડ નં.૧૩માં સેન્ટ્રલ બેંક વિસ્તાર, મઠફળી, ભગવાનસંગ બાપુની શેરી સહિતના વિસ્તારોમાં કચરાની ફરિયાદ હતી, આ અંગે વિપક્ષમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી, ગઇકાલે સોલીડ વેસ્ટ વિભાગના ક્ધટ્રોલીંગ ઓફીસ સામે સંસ્થાના અગ્રણી હરીશભાઇ ચૌહાણને બોલાવાતા તેઓએ ઉગ્ર રજૂઆત કરી હતી, આમ જામનગરમાં મહાપાલિકામાં પગાર ઓછા કરવા તે અંગે સતત રજૂઆતો થઇ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application