દારૂની મહેફિલનો વીડિયો બનાવી વાઇરલ કરી પોલીસને પડકાર ફેંકનાર 6 ઝડપાયા, સરભરા કરી નશો ઉતારી નાખ્યો

  • May 01, 2025 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુરમાં છ શખસોએ દારૂની મહેફિલ માણી તેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી પોલીસને પડકાર ફેક્યો હતો. દરમિયાન પોલીસે આ શખસોને ઝડપી લઇ તેમની આગવી ઢબે સરભરા કરી તેમનો નશો ઉતારી નાખ્યો હતો.


છ શખસો દારૂની મહેફિલ મણતા હતા

જેતપુરમાં ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો વાયરલ થયો હતો જેમાં છ શખસો દારૂની મહેફિલ મણતા હોય અને પોલીસને રિતસર પડકાર ફેંકતા હોય તેવું દ્રશ્યમાન થયું હતું. વાયરલ થયેલા આ વીડિયોને લઈ જેતપુર ડીવાયએસપી રોહિતસિંહ ડોડીયાઆના માર્ગદર્શન હેઠળ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ. ઠાકોર તથા ટીમે તપાસ હાથ ધરી ઇન્સ્ટાગ્રામ પર દારૂની મહેફિલવાળી આ રીલમાં નજરે પડનાર આ છ શખસોને ઝડપી લીધા હતા.


આગવી ઢબે સરભરા કરી 

ઝડપાયેલા આ શખસોમાં હાર્દિક ઉર્ફે ભોલુ સિધ્ધરાજભાઈ મેર (રહે. નવાગઢ પટેલ ચોક), સુનિલ દીપકભાઈ ગોહિલ (રહે. જાગૃતિપરા,નવાગઢ), પુનિત રમેશભાઈ જમોડ (રહે. નવાગઢ, મામાદેવ મંદિર પાસે), રાહુલ રમેશભાઈ જમોડ (રહે. નવાગઢ મામાદેવ મંદિર પાસે), ધર્મેશ કેશુભાઈ સોનરાત (રહે. જાગૃતિપર શેરી નંબર-5) અને વિજય હરેશભાઈ જાદવ (રહે. નવાગઢ મામાદેવ મંદિર પાસે) નો સમાવેશ થાય છે. પોલીસે આ શખસો સામે પ્રોહીબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી તેમની આગવી ઢબે સરભરા કરી તેનો નશો ઉતારી નાખ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application