થર્ટી ફર્સ્ટની રાત્રે શહેર પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં બ્રેથ એનેલાઇઝર ડ્રગ્સ ટેસ્ટીંગ કીટની મદદથી સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસના આ ચેકિંગ દરમિયાન નશો કરી નવા વર્ષની ઉજવણી કરવા નીકળેલા શખસો પોલીસની ઝપટે ચડી ગયા હતાં. પોલીસની ચેકિંગ ડ્રાઇવ દરમિયાન ૫૦ શખસો નશાની હાલતમાં ઝડપાયા હતાં.
પોલીસની આ ચેકિંગ ડ્રાઇવ દરમિયાન શહરેના બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે અશ્વિન મેર, જયેશ પાટડીયા, ભાવેશભાઈ સોમમાણેક, પંકજ કારેણા, ભક્તિનગર પોલીસે મયુરપરી, મુકેશ હરખાણી, રમેશ લાલકીયા, અનિલ મકવાણા, વૈભવ તાવડે, દિનેશ હથવાણી, જગદીશ રામાણી, સંજય સાગઠીયા, નયન ઝાપડિયા, રાજન લાલકીયા, દેવતાદિન કોરી, કમલ કોરી, નીખ્ખીરામ યાદવ, બાબુ વિશ્વકર્માને નશાની હાલતમાં ઝડપી લીધો હતો. આજીડેમ પોલીસે બિપિન પરસોંડા, રમેશ જેસડીયા, હિતેશ મેર, રમીઝ જેસડીયા, તૈયબ ઉર્ફ સમીર હીરોઝા, અનમોલ રાવત, દશરથ પરમાર અશ્વિન જાદવ, ઘનશ્યામ કોરી, વિકાસ દયાલ, પ્ર.નગર પોલીસે દીપક ડવ, ગાંધીગ્રામ પોલીસે શૈલેષ કડવાતર, યશપાલ બોરીચા, વિજય પરમાર, તેજમલ રાઠોડ, ઇનાયત પઠાણ, યુનિવર્સિટી પોલીસે ગજરાજ રાજવંશી, આકાશ શુક્લા, નાગેન્દ્ર સહાની, દિનેશ વાણીયા, જેરામ ઉધરેજા, વિનય ચૌહાણ, રાજ વાસજાળીયાને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા. તાલુકા પોલીસ મથકના સ્ટાફે ગણેશકુમાર બિંદ, એ ડિવિઝનએ ગોવિંદ વાળા, કુલદીપ રાજપૂત, પ્રદીપ મકવાણા અને વિકાસ ઉર્ફે વિકી નિશાદને નશાની હાલતમાં ઝડપી લઇ તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
રાજકોટ શહેરમાં થટી ફર્સ્ટને બાય બાય કરવા અને ૨૦૨૬ ને વધાવવા રંગીલા રાજકોટ વાસી ઓ શાનદાર ઉજવણી કરવા મોટી સંખ્યામાં રાતે નીકળી પડ્યા હતા ત્યારે પોલીસે કાયદો અને વ્યવવ્યાની પરિસ્થીતી જળવાઈ રહે તે માટે શહેરમાં આવવા જવા માટે મુખ્ય પ્રવેશ દ્વારા નજીક ચેક પોસ્ટ, અને જુદા જુદા વિસ્તારોમાં સઘન ચેકીંગ દ્વારા ડ્રીંન્ક એન્ડ ડ્રાઈવ, કાળા કાચ વાળા વાહનો,નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં કરી ચુસ્ત બંધોબસ્ત જાળવ્યો હતો.
સુત્રો માંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેર પોલીસ કમીશનર બ્રજેશકુમાર ઝા, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા ,ડીસીપી ઝોન વન હેતલ પટેલ , ડીસીપી ઝોન ટુ રાકેશ દેસાઈ, ટ્રાફિક ડીસીપી હરપાલસિંહ જાડેજા, તેમજ પીસીબી, ક્રાઈમ બ્રાંચ અને એસઓજી, એલસીબીના અધિકારીઓ તેમજ અલગ અલગ પોલીસ મથકના પીઆઇ અને ડી સ્ટાફ જવાનો અને મહિલા સી ટીમ સતત દ્વારા પેટ્રોલીગ કરવામાં આવ્યુ હતુ.
રાજકોટમાં જુદા જુદા વિસ્તારોમાં યોજાતા એક ડઝન જેટલા ડાન્સ વિથ ડીનર પાર્ટીઓના આયોજનો થયા હોય પોલીસે ખાસ નજર રાખવા મુખ્ય બાય પાસ ચોકડી એ ચેકપોસ્ટ અને નાકાઓ ઉપર તૈનાત રહેલા પોલીસ જવાનો દ્વારા બ્રેથ એનાલાઈઝર, અને ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ સાથે વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.
આ ઉપરાંત કાલાવડ રોડ, નાનામવા રોડ સહીતના મુખ્ય માર્ગો ઉપર એફએસએલની ફોરેન્સીક વેન સાથે ચેકીંગ તેમજ રાત્રીના કોટેચા ચોકમાં ક્રાઈમ ડીસીપી જગદીશ બાંગરવા ખુદ ક્રાઈમ બ્રાંચની ટીમ સાથે વાહનોમાં સધન ચેકીંગમાં જોડાયા હતા, આ ઉપરાંત ડાન્સ ડીનર પાર્ટીઓમાં પોલીસે ચેકીંગ કરવામાં આવ્યુ છે.
તેમજ કાલાવાડ રોડ,રેસકોષ રીંગ રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ,કિશાનપરા ચોક, જામનગરરોડ માધાપર ચોકડી, ગોડલ રોડ બાયપાસ ચોકડી,આજીડેમ ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી,પેડક રોડ,મોરબી રોડ, સહીતના મુખ્ય માર્ગો ઉપર સધન ચેકીંગ હાથ ધરવામાં આવી છે. જેમા ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ,કાળા કાચ વાળી કાર, નંબર પ્લેટ વગરના વાહનો સહિત સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ વાહન ચેકીંગ કરવા માટે હાઈવે ઉપર પોલીસ દ્વારા ખાસ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી હતી.