ભારત સાથેના તણાવ વચ્ચે માલદીવે ગેરકાયદે વેપારના આરોપસર 43 ભારતીયોને દેશનિકાલ કયર્િ છે. માલદીવના મોહમ્મદ મુઈઝૂની સરકારે કહ્યું છે કે આ લોકો ગેરકાયદેસર વેપારમાં સામેલ હતા. મુઈઝુ સરકાર દ્વારા જે દેશોના નાગરિકોને દેશનિકાલ કરવામાં આવ્યા છે તેમાં સૌથી વધુ સંખ્યા બાંગ્લાદેશી નાગરિકોની છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ફરી એકવાર ભારત સાથે છેડછાડ કરી છે. તેઓએ માલદીવમાંથી 43 ભારતીયોને ગેરકાયદેસર કારોબારના આરોપસર ભારત મોકલી દીધા છે. મુઈઝુનો આ નિર્ણય ભારત-માલદીવના સંબંધોમાં તણાવ વચ્ચે લેવામાં આવ્યો છે. માલદીવ સરકારે કહ્યું કે તેણે 12 દેશોમાંથી 186 વિદેશીઓને દેશનિકાલ કયર્િ છે, પરંતુ આમાં ચીનનો એક પણ નાગરિક સામેલ નથી.મુઇઝુને ચીન તરફી નેતા માનવામાં આવે છે. માલદીવ દ્વારા દેશનિકાલ કરાયેલા વિદેશીઓમાં સૌથી વધુ સંખ્યા બાંગ્લાદેશના નાગરિકો છે. આ પછી ભારત, પછી શ્રીલંકા અને નેપાળના નાગરિકો છે. આ નાગરિકોને ક્યારે દેશનિકાલ કરવામાં આવ્યો તે જાણી શકાયું નથી.
શું કહ્યું માલદીવ્સે
માલદીવના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે વિદેશીઓના બેંક ખાતામાં જમા થયેલી કમાણીમાંથી દેશમાં ગેરકાયદેસર રીતે ચાલતા વ્યવસાયોને બંધ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. હોમલેન્ડ સિક્યોરિટી મિનિસ્ટર ઇહુસને કહ્યું કે મંત્રાલય વિવિધ નામોથી ચાલતા ગેરકાયદેસર વ્યવસાયો સામે પગલાં લેવા અર્થતંત્ર મંત્રાલય સાથે મળીને કામ કરી રહ્યું છે.
186 વિદેશીઓ દેશનિકાલ
દેશમાં જો રજિસ્ટ્રારને જણાય કે ધંધો પ્રત્યક્ષ કે આડકતરી રીતે નફો કરનાર વિદેશી દ્વારા ચલાવવામાં આવે છે તો આવા વ્યવસાયોની નોંધણીને સમાપ્ત કરવાની મંજૂરી આપવા માટે કાયદો ઘડવામાં આવ્યો હતો. 186 વિદેશીઓએ ગુના કયર્િ હોવાનું જણાયું હતું અને તેમને માલદીવમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોવામાં પ્રવાસીઓની બોટ પલટી, એકનું મોત, 20 ઘાયલ
December 25, 2024 09:42 PMકાંકરિયા કાર્નિવલ 2024: કલાકારોની રમઝટ સાથે મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ
December 25, 2024 09:40 PMઝઘડિયાની દુષ્કર્મ પીડીતા દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે જામનગર આપ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી
December 25, 2024 06:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech