રાજકોટના કિડવાઈ નગરમાં આવેલ જૈન સ્વીટ અને સત્યસાઈ માર્ગ સ્તિ રાધે ડેરીમાંી કુલ ૬૪ કિલો અખાદ્ય પર્દાથનો જપ્ત કરીને તેનો સ્ળ ઉપર નાશ કરાયો હતો તેમજ સેમ્પલ લઈ નોટિસ ફટકારવામાં આવી હતી.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચના સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ ઓફિસર ડો.હાર્દિક બી. મેતાએ જણાવ્યું હતું કે, સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કિડવાઈ નગર મેઇન રોડ, સદગુરુ પાર્ક, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ મુકામે આવેલ જૈન સ્વીટ નમકીન એન્ડ સ્નેક પેઢીની તપાસ કરતા ફ્રીઝમાં સંગ્રહ કરેલ ફરસાણ બનાવવા માટેનો વાસી લોટ, પડતર વાસી સમોસા, સમોસાનો વાસી મસાલો, કાપેલા પપૈયાં ગંદકી વાળી જગ્યાએ રાખેલ મળી આવેલ કુલ મળી ૩૧ કિલો અખાદ્ય જથ્ો જપ્ત કરી તેનો સ્ળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો.તેમણે ઉમેર્યું હતું કે, સત્યસાંઇ રોડ, રાજકોટ મુકામે આવેલ રાધે ડેરી એન્ડ સ્વીટ પેઢીની તપાસ કરતા વેચાણ માટે ડિસ્પ્લે પર રાખેલ નાનખટાઈ, ટોસ્ટ, ખારીશિંગ, ભાખરી, ચકરી, ખાખરા, ફરસાણના પેકિંગના લેબલ તપાસતા તમામ પેકિંગ પર એક્સપાયરી ડેટ વીતી ગયેલ જોવા મળેલ. સદર એક્સપાયરી થયેલ પેકિંગવાળી પ્રોડક્ટસનો કુલ મળી ૩૨ કિલો અખાદ્ય જથ્ો મળ્યો હતો જેનો સ્ળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન તા યોગ્ય સ્ટોરેજ જાળવવા અંગે નોટિસ ફટકારાઇ હતી. ઉપરોક્ત કાર્યવાહી ઉપરાંત ફૂડ વિભાગની ટીમ દ્વારા રાજ્ય સરકાર તરફી મળેલી ફૂડ સેફ્ટી વાન સોઆજી ડેમ અને માંડા ડુંગર વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં ૨૦ ધર્ંધાીઓની ચકાસણી કરાઇ હતી જેમાં આઠને ફૂડ લાઇસન્સ મેળવવા તેમજ રિન્યુ કરવા બાબતે સૂચના આપવામાં આવી હતી. તદ્ઉપરાંત વિવિધ ખાધ્યચીજોના કુલ ૧૨ નમૂનાની સ્ળ પર ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી કરેલ ધર્ંધાીઓમાં મિલન ખમણ, શક્તિકૃપા ફરસાણ, દ્વારકેશ ગાંઠિયા, ચામુંડા પ્રોવિઝન સ્ટોર, ચામુંડા ફરસાણ, જયભોલે કેરી રસ, શ્રી ગણેશ મેડિકલ, બાલાજી ખમણ સહિત આઠને ફૂડ લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. જ્યારે એવરીડે સુપર માર્કેટ , રોનક ચાઇનીઝ એન્ડ પંજાબી, રાધે ડેરીફાર્મ, ગુનગુન પાણિપુરી, ખોડિયાર સોડા શોપ, ધાર્મી મેડિસિન્સ, શ્રી સીતારામ સેલ્સ, કૃપા જનરલ સ્ટોર,બાલાજી ફરસાણ, ગોપાલ જનરલ સ્ટોર, માલધારી ડેરી ફાર્મ અને ખોડિયાર પાન સહિત ૧૨ની ચકાસણી કરવામાં હતી.