જામનગર-જામજોધપુરમાં ૩ મોટરસાયકલની ઉઠાંતરી

  • August 23, 2023 12:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ખંભાળીયા ગેઇટ નજીક, ખોડીયાર કોલોની અને જામજોધપુરના બસ સ્ટેન્ડ પાસેથી ૩ મોટરસાયકલની અલગ અલગ સમયે ચોરી થઇ છે જે અંગે પોલીસમાં ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરના ખોજાગેઇટ નજીક ખાઇફળીમાં રહેતા તૌસીફ આમીનભાઇ કુરેશીનું સ્પ્લેન્ડર નં. જીજે૧૦સીપી-૩૮૧૪ ગત તા. ૧૯ના સમય દરમ્યાન મીણાદાતારની દરગાહવાળા ચોકના રોડ પરથી કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો.
જામનગરના એરફોર્સ સ્ટેશન-૨ ખાતે રહેતા મુળ ભરતપુરના કર્મચારી કુંવરસિંહ બલવીરસિંહનું સ્પ્લેન્ડર પ્લાસ નં. આર.જે.૦૫-એમએસ-૨૭૬૯ ગત તા. ૧૦ના સાંજના સુમારે ખોડીયાર કોલોની મેઇન રોડ પાસેથી કોઇ ચોરી કરી ગયુ હતું.
આ ઉપરાંત જામજોધપુર મીની બસ સ્ટેન્ડ પાસે રહેતા જીતેનકુમાર શાંતીલાલ ભરડવાનું હોન્ડા સાઇન નં. જીજે૧૦સીએફ-૧૬૬૨ ગત તા. ૧૯ના રાત્રીના સુમારે બસ સ્ટેન્ડ પાસે આવેલી પાનની દુકાન નજીકથી કોઇ અજાણ્યો શખ્સ હંકારી ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application