રાયના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે ૨૭૨ ગ્રાન્ડેટ આશ્રમશાળાઓને શિક્ષણ વિભાગને હસ્તક સોંપવા નિર્ણય કર્યેા છે.આ નિર્ણયમા શિક્ષણ પું પાડવાની જવાબદારી હવેથી શિક્ષણ વિભાગની રહેશે તો રહેવા– જમવાની સુવિધાઓ પૂરી પાડવાની જવાબદારી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માથે રહેશે.
ગુજરાત હાઈકોર્ટમાં વર્ષ ૨૦૦૫થી ચાલતા કેસ એક તબક્કે જાહેરહિતની અરજીમાં પરિવર્તિત થતા આ વર્ષના આરભં માર્ચ મહિનામાં જ હાઈકોર્ટે મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર– ૨૦૦૯ના મૂળભૂત ઉદ્દેશ્યો સિદ્ધ થાય તે હેતુસર યોગ્ય વ્યવસ્થા ગોઠવવા ચૂકાદો આપ્યો હતો. જે અનુસંધાને વિભાગે એક ઠરાવ મારફતે આ નિર્ણય કર્યાનું જાહેર થયુ છે. આશ્રમ શાળાઓમાં પહેલાથી જ ગ્રાન્ટ અને શિક્ષણને મુદ્દે ભ્રષ્ટ્રાચાર અને ગુણવત્તાને લઈને ફરિયાદો રહી છે. એ તબક્કે લાંબા સમયથી ગ્રાન્ટેડ આશ્રમશાળાઓને શિક્ષણ વિભાગને જ સોંપવા માંગણીઓ ઉઠતી રહી હતી. તેવામાં મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારના કાયદાના અમલ મુદ્દે હાઈકોર્ટે આદેશ આપતા અધિક મુખ્ય સચિવના અધ્યક્ષપદે રચાયેલી એક સમિતિની ભલામણ બાદ હાલની યોજનામા ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે.
આ નિર્ણય હેઠળ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાવ અને વિકસિતી જાતિ કલ્યાણ પ્રભાગ હેઠળની અનુદાનિત આશ્રમશાળાઓમાં રહીને અભ્યાસ કરતા વિધાર્થીઓને શિક્ષણ પું પાડવાની જવાબદારી હવેથી શિક્ષણ વિભાગની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech