BREAKING NEWS

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૯,૨૯૭બેઠકો માટે ૨૫,૫૭૯ ઉમેદવારો મેદાનમાં

  • April 17, 2026 08:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉનાળાની કાળઝાળ ગરમીમાં મતદારોને મતદાન મથક સુધી લાવવા એક પડકાર

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ઉમેદવારી ફોર્મ ખેંચવાની છેલ્લા 7 મુદ્દત પૂર્ણ થયા બાદ હવે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. રાજ્ય ચૂંટણી પંચના સત્તાવાર અહેવાલ મુજબ, વિવિધ નગરપાલિકાઓ અને પંચાયતોની કુલ ૯,૨૯૭ બેઠકો પર આગામી ૨૬મી એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ બેઠકો માટે રાજ્યભરમાંથી ૨૫,૫૭૯ ઉમેદવારો વચ્ચે સીધો જંગ ખેલાશ. ગરમીની ઋતુમાં થનારુ મતદાન ઉમેદવારોને મતદારોને મતદાન મથક સુધી લાવવા એક પડકાર સમાન છે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, કુલ ૧૦,૦૦૫ બેઠકોમાંથી ૭૦૭ બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે. આ બિનહરીફ બેઠકોમાં
ભારતીય જનતા પાર્ટીએ મજબૂત પક્કડ બનાવી છે, જેમાં ભાજપના ૩૬૫, કૉંગ્રેસના ૧૨ અને ૩ અપક્ષ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. જોકે, ફાગવેલ તાલુકાની ચિખલોદ બેઠક પર એક પણ ઉમેદવાર ન હોવાથી ત્યાં ચૂંટણી યોજાશે નહીં, જે એક વિશિષ્ટ કિસ્સો છે.
ઉમેદવારી પત્રોની ચકાસણી
ચૂંટણી માટે કુલ ૩૯,૩૮૯ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમાંથી ચકાસણી દરમિયાન ૧૧,૪૪૪ ફોર્મ ૨૬ થયા હતા અને ૧,૬૫૯ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા. આ પ્રક્રિયા બાદ હવે ૨૫,૫૭૯ ઉમેદવારો હરીફાઈમાં બાકી રહ્યા છે. ચૂંટણીના મેદાનમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યા છે. મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારોમાં ભાજપના ૯,૨૯૬ ઉમેદવારો સાથે સૌથી મજબૂત સ્થિતિમાં કાચસના ૮.૪૪૩ ઉમેદવારો મેદનમાં ઉતાર્યા છે. તો આમ આદમી પાર્ટી
(આપ): ૫,૨૬૧ ઉમેદવારો સાથે શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં હાજરી નોંધાવી છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારો પણ નસીબ અજમાવી રહ્યા છે. રાજ્યમાં અત્યારે આકરો તાપ પડી રહ્યા છે, ત્યારે ૨૮મી એપ્રિલે યોજાનારા મતાનમાં મતદરીને બુથ સુધી લાવવા એ ઉમેદવારો માટે સૌથી મોટો પડકાર બની રહેશે. ઉમેદવારો પાસે હવે પ્રચાર માટે માત્ર સાત દિવસનો સમય ભાકી છે. ૨૪મી એપ્રિલની સાંજે પ્રચાર પડઘમ શાંત થઈ જશે, જેના કારણે તમામ પક્ષોએ સ્ટાર પ્રચારકો અને ડોર-ટુ-ડોર કેમ્પઈન દ્વારા એડીચોટીનું જોર લગાવ્યું છે. અહીં નોંધનીય છે કે, ફાગવેલ તાલુકાની ચિખલોડ બેઠક પર એક પણ ઉમેદવારી ફોર્મ ન ભરાતા ત્યાં ચૂંટણી યોજાશે નહીં ઘેઢ દાયકા બાદ પ્રથમવાર ઉનાળાની કાળઝાળ ગરમીમાં યોજાઈ રહેલી આ ચૂંટણીમાં સરરાશ કેટલું મતદાન થાય છે તેના પર સૌની મીટ મંડાણી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News