બનાસકાંઠાના પાલનપુરમાં હાર્ટ એટેકથી વધુ યુવકનું મોત નિપજ્યું છે. 20 વર્ષીય યુવાન કોલેજમાં અભ્યાસ કરે છે. કોલેજમાં જ યુવાનને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. દરમિયાન વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટાફ દ્વારા યુવાનને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પરંતુ હોસ્પિટલમાં હાજર તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો. યુવાનના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
યુવાનને કોલેજમાં એટેક આવ્યો
ટાકરવાડા ગામનો યુવાન નિકુલ પાલનપુરની જીડી મોદી કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. નિકુલ સવારે કોલેજમાં અભ્યાસ માટે પંહોચ્યો હતો. ત્યાં અચાનક 20 વર્ષીય નિકુલને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. આ સ્થિતિને નિકુલ અને તેના સહાધ્યાયીઓ વધુ કંઈ સમજે તે પહેલા યુવાન બેભાન થઈ ગયો હતો. નિકુલ બેભાન થઈ ઢળી પડતાં જ વિદ્યાર્થીઓએ કોલેજ સત્તાવાળાને જાણ કરી હતી. કોલેજ સ્ટાફે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવીને નિકુલને હોસ્પિટલ લઈ ગયા હતા.
પરિવારમાં શોકનો માહોલ
હોસ્પિટલના તબીબે 20 વર્ષીય યુવાન નિકુલની ચકાસણી કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. યુવાનનું મોત હાર્ટએટેકના કારણે થયું હોવાનું હોસ્પિટલમાં ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું. નિકુલ કોલેજમાં બેભાન થયા બાદ હોસ્પિટલ લઈ જતી વખતે વિદ્યાર્થીઓ દ્વારા તેના પરિવારને પણ જાણ કરવામાં આવી હતી. પરંતુ નિકુલનો પરિવાર હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તબીબે યુવાનને મૃત જાહેર કર્યો. હોસ્પિટલ પંહોચ્યા બાદ પરીવારને આ સમાચાર મળતાં તેમના પર આભ તૂટી પડ્યું. વ્હાલસોયો દીકરો ગુમાવતાં પરીવારમાં શોકનો માહોલ છવાયો. છેલ્લા ઘણા સમયથી હાર્ટએટેકના કિસ્સામાં વધારો થયો છે. અનેક કિસ્સાઓમાં શારીરિક રીતે સ્વસ્થ દેખાતા માણસો પણ અચાનક હાર્ટએટેકનો ભોગ બની રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAMCનો સુરક્ષા ખર્ચ: 10 વર્ષમાં 245 કરોડનો ધુમાડો, વિપક્ષે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા
March 03, 2025 11:53 PMટ્રમ્પની પોસ્ટથી ખળભળાટ: "આવતીકાલની રાત મોટી હશે", દુનિયાભરમાં અટકળો
March 03, 2025 09:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech