બે ઇજાગ્રસ્ત યુવાનોનું ૨.૪૫ કરોડ વીમા વળતર

  • June 19, 2024 04:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઢડા(સ્વામીના)ના પ્રહલાદગઢ ગામની પુરઝડપે દોડતી લક્ઝરી બસ અને રાજુલાની ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એકનું મૃત્યુ અને બેને ગંભીર ઈજાના ક્લેઇમ કેસમાં રાજકોટ વ્હીકલ એકસીડન્ટ ટ્રિબ્યુનલ દ્વારા સુરતના બે ઇજાગ્રોને વ્યાજ સહિત અનુક્રમે ૧.૯૮ કરોડ અને રૂપિયા ૪૭ લાખ, જ્યારે મૃત્યુ પામેલા બોટાદના રોહીશાળાના યુવકનું રૂપિયા ૩૪.૫૦ લાખ વીમાવળતર ચૂકવવા ખાનગી લક્ઝરી બસની વીમા કંપનીને હુકમ કર્યો છે.

આ અંગેની હકીકત મુજબ ગઢડા (સ્વામીના)ના પ્રહલાદગઢ ગામની બાલાભાઈ મેંદપરાની લકઝરી બસ જીજે-૧૪- એકસ-૯૦૨ સ્પીડમાં આગળ વધી રહી હતી ત્યારે સામેી આવતા રાજુલાના ટ્રક નં. જીજે-૧૪- ડબલ્યુ-૧૭૯૭ સો જોશભેર અડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ખાનગી લક્ઝરી બસમાં પેસેન્જર તરીકે બેઠેલા સુરતના કિંજલ હર્ષદભાઈ પટેલ (ઉ.વ. ૨૯) તેમજ જેસાભાઇ પાંચાભાઈ બોડીયા (ભરવાડ) (ઉ.વ. ૨૫) ગંભીર ઈજા તાં તેમને સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે બોટાદના રોહીશાળા ગામના ગોરધનભાઈ બોઘાભાઈ સાળીયા (દેવીપુજક) (ઉ.વ.૩૩)ને ગંભીર ઇજા તા તેનું ઘટના સ્ળે જ મૃત્યુ યું હતું.

આ ઘટનામાં સુરતના કિંજલ હર્ષદભાઈ પટેલને માામાં તા અન્ય ભાગોમાં એવી ગંભીર ઇજાઓ પહોંચાડેલ કે આજસુધી તેને બેડરેસ્ટ હોય સેમી કોમામાં હોય અને હાલમાં ટોયલેટ પણ બેડમાં જ કરતા હોય એવી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. તેમજ સુરતના જેસાભાઈ પાંચાભાઈ બોડીયાને બન્ને પગના ગોળામાં, સાળોમાં ગંભીર ફ્રેકચરો કર્યા હતા. જ્યારે બોટાદના રોહીશાળાના ગોરધનભાઈ સાળીયાનું ઘટના સ્ળે મોત નીપજાવ્યું હતું.
​​​​​​​
જેમાં કિંજલ પટેલની જુદી જુદી હોસ્પિટલોમાં સારવારનો રૂા.૧૬ લાખ જેટલો ખર્ચ યો હતો, તેમજ તેના પત્નીએ અકસ્માત બાદ છુટાછેડા લઇ લીધા હતા. તેમજ જેસાભાઇને હોસ્પિટલમાં સારવાર પાછળ રૂા. અઢી લાખ જેટલો ખર્ચ યો હતો.
ઉપરોક્ત ત્રણેય બનાવમાં ઇજાગ્રસ્તો તેમજ મૃતકના વારસદારોએ રાજકોટ મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રીબ્યુનલમાં એડવોકેટ શ્યામ ગોહિલ મારફત ક્લેમ કેસ દાખલ કર્યો હતો. આ કેસ ચાલવા ઉપર આવતા અરજદારો વતી રજૂઆત કરવામાં આવી હતી કે કિંજલ હર્ષદભાઈ પટેલના કેસમાં ૯૫ ટકાનું ડિસએબિલિટી (સર્ટિ. સો) તેમજ જેસાભાઈ બોડીયાને ૬૨ ટકાનું ડિસએબિલિટી (સર્ટિ. સો) તેમજ ડિસએબિલિટીના અનુસંધાને તેમજ ગુજરનારની આવક સંબંધેની રજૂઆતો, દલીલો તેમજ તરફી કિંજલ પટેલ હાલમાં સેમીકોમામાં હોય હાલમાં કે ભવિષ્યમાં કોઇ પણ જાતનો ધંધો-વ્યવસાય કરતા ન હોય અને કરી શકવાના ન હોય, તેમજ તેમની કેર માટે સતત બે માણસની જરૂરીયાત રહેતી હોય ભવિષ્યમાં સારવાર પાછળ ખુબજ ખર્ચા ાય તેમ હોય તેમજ જેસાભાઈ બોડીયાની પગના ગોઠણ વળવાની, કમરમાં દુખાવો તો હોય પેસાબ કરવામાં તકલીફ પડતી હોય તેવી જે દલીલ કરવામાં આવેલ તે ધારદાર દલીલોને ધ્યાનમાં લઇને રાજકોટના એડિશનલ સેશન્સ જજ વી. કે. ભટ્ટે કિંજલ હર્ષદભાઈ પટેલના કેસમાં રૂા. ૧.૯૮ કરોડ, સુરતના ભરવાડ જેસાભાઇને ગંભીર ઇજાના કેસમાં રૂા. ૪૭ લાખ તેમજ બોટાદના રોહીસાળા ગામના દેવીપુજક ગોરધનભાઈના મરણના કિસ્સામાં રૂા. ૩૪.૫૦ લાખ ખાનગી બસની વીમા કંપની ઇફકો ટોકીયોએ એક-માસમાં આ તમામ ભોગબનનારને વળતર ચુકવી આપવા તેમજ બસની સો જે ટ્રક ભટકાયેલ તે ટ્રકનો કોઇ જ વાંક ન હોય તેવી જેસાભાઈ પાંચાભાઈ બોડીયાએ જુબાની આપતા ટ્રકની વીમા કંપની યુનાઇટેડ ઈન્ડિયાને જવાબદારીમાંી કાઢી નાખવા હુકમ કર્યો છે. આ કામમાં ઇજાપામનાર અરજદારો તા મરણજનારના વારસદારો વતી રાજકોટના અનુભવી વકીલ શ્યામ જે. ગોહિલ, વાંકાનેરના કપીલ વી. ઉપાધ્યાય, મૃદુલા મકવાણા, હિરેન જે. ગોહિલ વિ. રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application