ઉનાના નાઠેજ ગામે જુગાર રમતા ૧૯ શખસો ઝડપાયા

  • August 20, 2024 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉનાના નાઠેજ ગામના કુંભારવાડા વિસ્તારમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી આધારે પોલીસે રેડ કરી ૧૯ જુગારીઓને ઝડપી પાડી . ૬ લાખથી વધુનો મુદ્દામાલ સહિત જ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જુગાર ચલાવનાર બે શખ્સો ફરાર હોય તેની શોધખોળ હાથ ધરી છે.
જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ ઝાંજડીયા, ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ ચીપરી દ્રારા જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા માટેની સૂચના આપવામાં આવી હોય. જે અન્વયે ઉના પીઆઇ એમ.એન.રાણાની રાહબરીમાં પીએસઆઈ આર.પી. જાદવ, એચ.એલ.જેબલીયા, એએસઆઈ જોભા મકવાણા, નાનજીભાઈ ચારણીયા, હરપાલસિંહ ચુડાસમા, અનિધ્ધભાઈ બારડ, વિજયભાઈ ચૌહાણ, રાહત્પલભાઈ છેલાણા, અનીલભાઇ જાદવ, વિજયભાઇ રામ તથા રવિરાજસિહ ગોહીલ, વિજયભાઇ ઝાલા એ રીતેના પો.સ્ટાફના માણસો સાથે પી.આઈ. એમ.એન.રાણાને મળેલ બાતમી મળી હતી કે નાઠેજ ગામે ઉકા હમીર વાઘના પોતાના મકાનમાં જુગારનો અડો ચલાવતો હોયની બાતમીના આધારે સ્થળ પર રેઇડ કરી હત્પશેન ઉર્ફે પુરી હબીબ શેખ રહે. ના. માંડવી, અનીશા સિકંદર ઝાખરા, હનીફશા હશનશા બેલીમ, નવાઝ રફીક કાસમાણી, સમીર મંહમંદહનીફ મકરાણી રહે. જુનાગઢ, ઇમ્તાયઝ ઇબ્રાહીમ દલ, વસીમભાઇ અદ્રેમાન ખોજાદા, રજાક સાજીદ સીરાજી, તોસીફ રફીક ખોજજાદા, વસીમ ઉર્ફે ધનો ઇકબાલભાઇ વલીયાણી રહે. ઉના, મહેશ અમ વ રહે જીકાદ્રી તા–જાફરાબાદ જી. ગીર અમરેલી, શબ્બીર નુરમંહમદ મકરાણી રહે જુનાગઢ, હત્પશેન ઉફે પુરી હબીબ શેખ રહે. ના. માંડવી, સુઝલ રવિ બાંભણીયા રહે.ઉના ઉસ્માનગની બસીરભાઇ શામદાર રહે.ના. માંડવી, અશ્વિન જીતુ કાપડીયા રહે ઉના, મુસ્તુફા ઇકબાલ પઠાણ રહે ના. માંડવી, મંહમદતોફીક ઇસ્માઈલ મન્સુરી, જાવીદ ગની ડાયાતર સહિત જુગારના સાહીત્ય તથા રોકડ કિ.રૂા.૪,૭૧,૧૪૦ તથા મોબાઈલ નંગ–૧૬ આશરે કિ.રૂા.૨,૧૮,૧૦૦ તથા જુગારના સાહીત્ય સાથે મળી કુલ કિ. રૂા.૬,૮૯,૭૪૦ ના મુદ્દામાલ સાથે ૧૯ શખ્સોને પકડી પાડેલ છે . જયારે જુગાર રમાડનાર ઉકા હમીર વાઘ, જાવીદ ઉર્ફે જોન હબીબ શેખ હજાર નહી મળી આવતા તેને પકડી પાડા ચક્રો ગતિમાન કરેલ આમ પોલીસે કુલ ૨૧ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application