આ અભિનેતા 48 કલાક ઉંઘ્યા વગર કરે છે કામ, જાણો આવું કરવું કેટલું જોખમી

  • September 12, 2024 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ આ દિવસોમાં તેની સુપરહિટ ફિલ્મ 'સ્ત્રી-2'ને કારણે ચર્ચામાં છે. તે ખૂબ જ મહેનતુ અભિનેતા છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન રાજકુમાર રાવની પત્ની પત્રલેખાએ તેમની સ્લીપલેસ નાઇટનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે કેટલીકવાર કામના કારણે તે સતત કેટલાંક કલાકો સુધી સુઈ શકતો નથી અને 48 કલાક સુધી ઉંઘ્યા વગર કામ કરે છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આવું કરવું કેટલું જોખમી બની શકે છે.


અધૂરી ઊંઘ આજકાલ સૌથી મોટી અને ગંભીર સમસ્યા બની ગઈ છે. તેનો સીધો સંબંધ માનસિક સ્વાસ્થ્ય, હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા રોગો સાથે પણ છે. ઊંઘ ન આવવાથી બેચેની અને હતાશા પણ થાય છે. એક કલાક ઓછી ઊંઘ પણ સ્વાસ્થ્યને મુશ્કેલીમાં મૂકી શકે છે. જાણો કે ઊંઘ્યા વિના કામ કરવાથી કેટલું નુકસાન થઇ શકે છે?


પૂરતી ઊંઘ લીધા વિના કામ કરવાના જોખમો


1. હૃદયના રોગો


એલ્સેવિયર જર્નલમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં જણાવાયું છે કે પૂરતી ઊંઘ ન લેતા હોય એવા લોકોમાં આત્મહત્યાના વિચારો વધુ આવે છે. આવા લોકો વધુ આત્મહત્યા કરે છે. દરરોજ 7-8 કલાકની ઊંઘ ન લેવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થાય છે. એક કલાક ઓછી ઊંઘ હૃદયના જોખમને વધારી શકે છે. જો કોઈ વ્યક્તિ નિર્ધારિત સમય કરતાં ઓછી ઊંઘ લે છે તો બીજા દિવસે હાર્ટ એટેકનું જોખમ 24% વધી જાય છે. એક રીપોર્ટ અનુસાર, હાર્ટ એટેક માટે દાખલ 42 હજારથી વધુ લોકો પરના અભ્યાસમાં આ સાબિત થયું છે.


2. વૃદ્ધત્વનું જોખમ વધારે


જામા જર્નલમાં પ્રકાશિત થયેલા એક તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જો કોઈ સ્વસ્થ વ્યક્તિ માત્ર ચાર કલાક સૂઈ જાય છે, તો તેનો ટેસ્ટોસ્ટેરોન હોર્મોન તેના કરતા 10 વર્ષ મોટી વ્યક્તિ જેટલો થઈ જાય છે. મતલબ કે તે 10 વર્ષ મોટો થાય છે. ઓછી ઊંઘ વૃદ્ધત્વનું જોખમ વધારે છે.


3. મગજની ક્ષમતામાં ઘટાડો થાય છે


4. શરદી થવાનું જોખમ 3 ગણું વધારે


નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનમાં પ્રકાશિત સંશોધન જણાવે છે કે જે લોકો દરરોજ 7 કલાકથી ઓછી ઊંઘ લે છે તેમાં ફ્લૂનું જોખમ 3 ગણું વધારે છે. આનો અર્થ એ છે કે તેઓ સામાન્ય શરદીથી વધુ પીડાય છે.


5. ઓછા એન્ટિબોડીઝ ઉત્પન્ન થાય છે


સ્લીપ હેલ્થ જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે જો કોઈ વ્યક્તિ વેક્સીન લેતા પહેલા એક અઠવાડિયા સુધી અધૂરી ઊંઘ લે છે. તો રસી લીધા પછી તેના શરીરમાં માત્ર 50% એન્ટિબોડીઝ ઉત્પન્ન થાય છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application