BREAKING NEWS

રાજકોટ શહેરમાંથી 18 PIની બદલી, 17 નવા PI આવશે, ગ્રામ્યમાંથી 12 પીઆઇની બદલી ને 10 નવા મુકાયા, જુઓ લિસ્ટ

  • March 26, 2026 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે સરકાર દ્વારા બદલીઓ અને બઢતીઓ નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે પોલીસ બેડામાં વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે એક વર્ષ પૂર્વે પી.એસ.આઇ માંથી પીઆઇના પ્રમોશન મેળવનાર અને પોસ્ટિંગ માટે રાહમાં બેઠેલા 254 જેટલા બિન-હથિયારી પી.આઈ તેમજ વધુ 772 પીઆઇની બદલીનો ગૃહ વિભાગ દ્વારા હુકમ કરવામાં આવતા બદલીની જોવાતી આતુરતાનો અંત આવતા બદલી થયેલા અધિકારીઓ એ હાશકારો અનુભવ્યો હતો.


પોલીસ સુત્રો માંથી મળતી વિગતો અનુસાર, એક વર્ષ પૂર્વે બિન હથિયારી પીએસઆઇ માંથી પીઆઇ ના પ્રમોશન સાથે બઢતી પામેલા અધિકારીઓને પે-મેટ્રિક્સ લેવલ-7 (39,900 - 1,26,600 રૂપિયા) માંથી હવે લેવલ-8 (44,900 - 1,42,400 રૂપિયા) ના પગાર ધોરણમાં મૂકવામાં આવ્યા હતા પરંતુ પ્રમોશન બેઠી જગ્યાએ આપી પોસ્ટીંગ સ્ટેન્ડ બાય રાખ્યા હતા.


છેલ્લા એક વર્ષથી આતુરતાથી પ્રમોશન મેળવનાર તમામ અધિકારીઓ બદલીની રાહ જોઈને બેઠા હતા તે અંગે ગૃહ વિભાગ દ્વારા અંતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે પોલીસ બેડામાં બદલીઓ નુ કાઉન્ટ ડાઉન શરૂ કર્યું હતું અને આજે રાજ્યના કુલ 772 જેટલા જેટલા બિન હથિયારી પીઆઇની જુદા જુદા જિલ્લાઓમાં બદલીના હુકમ કરવામાં આવ્યા હતા.


આ બદલીઓમાં રાજકોટ શહેરમાં ફરજ બજાવતા ૧૮ પીઆઇની બદલી કરવામાં આવી છે તેમના સ્થાને અન્ય જિલ્લા માંથી ૧૭ જેટલા પીઆઇ રાજકોટ શહેરમાં મૂકવામાં આવ્યા છે તો રાજકોટ ગ્રામ્ય માંથી એલસીબીના વીવી ઓડેદરા સહિત ૧૨ પીઆઇની બદલી થઈ છે તેમના સ્થાને ગ્રામ્યમાં નવા ૧૦ પીઆઇને મુકાયા છે.


રાજકોટ સિટીમાંથી બદલી કરવામાં આવેલા ૧૮ પીઆઇ

રાજકોટ પીસીબીના એમ જે હુણ બીવી બોરીસાગર, નિશાંત હરિયાણી, આર જી બારોટ, બીટી અકબરી એમજી વસાવા જેએસ ગામીત એમ.એચ ભાટી એમ જે ઝણકાર જે આર દેસાઈ એબી જાડેજા કે જે કરપડા આઈએન સાવલિયા એસ એન રાણે બીપી રજયા, એન જી વાઘેલા એમ.એમ સરવૈયા એસ એન રાઠોડની જુદા જુદા જિલ્લામાં બદલી કરવામાં આવી છે.


રાજકોટ શહેરમાં મુકાયેલા 17 નવા પીઆઇ

પી જી ગોંડલીયા, જેવી વાઢીયા, સી એન દવે, એન બી ચૌધરી, એસપી સોઢા, એમડી મકવાણા, જે જે હળવદિયા, એએન જાની, એસ.એમ. સોલંકી,કે.કે. ગોહિલ , જે. ડી. પરમાર,એ.એસ. ચાવડા, એમ.બી. વાછાણી,એસ.ડી. ફુલતરીયા, એચ.પી. ગઢવી આર.ડી. પરમાર,એસ.બી. ભૂતિયા સહિત કુલ 17 નવા પીઆઇ રાજકોટમાં મૂકવામાં આવ્યા છે


રાજકોટ ગ્રામ્યમાંથી બદલી થયેલા 12 પીઆઇ

રાજકોટ ગ્રામ્યના એલસીબી પીઆઇ વીવી ઓડેદરા, એમ એ જ યાદવ આર એન જાડેજા, કેવી પરમાર, વી સી પરમાર, કેજી સથવારા, વીએમ ડોડીયા, જે એ ખાચર, કે એસ ગરચર, એમ જે ચૌધરી, આર બી વાઢીયા, એએમ હેરમાં,સહિત બાર પીઆઇની ગ્રામ્ય માંથી બદલી કરવામાં આવી છે.


રાજકોટ ગ્રામ્યમાં મુકાયેલા ૧૦ નવા પીઆઇ


એચ.એમ ધાધલ, કે આર સિસોદિયા, એએમ દેસાઈ, વાય એમ ગોહિલ, એમ જે પરમાર, વાય એમ ગોહિલ, એમએલ આહીર, નિરાલી એ શુક્લા જીએસ ગઢવી, એ આર ઝાલા, ને રાજકોટ ગ્રામ્યમાં મૂકવામાં આવ્યા છે. 13 પીઆઈની અલગ અલગ શહેર અને જિલ્લાઓમાં બદલીના હુકમ થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News