BREAKING NEWS

ગુજરાત સિવિલ સર્વિસના 17 અધિકારીને IAS કેડરમાં પ્રમોશન; જુઓ સંપૂર્ણ લિસ્ટ

  • June 25, 2026 04:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત વહીવટી તંત્રના ઓફિસરો માટે એક ખૂબ જ મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના પર્સનલ, પબ્લિક ગ્રીવાન્સિસ એન્ડ પેન્શન મંત્રાલય (DoPT) દ્વારા ગુજરાત સિવિલ સર્વિસ (SCS) ના ૧૭ વરિષ્ઠ અધિકારીઓને ભારતીય વહીવટી સેવા એટલે કે આઈએએસ (IAS) કેડરમાં પ્રમોશન આપતું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. નવી દિલ્હીથી ૨૫ જૂન, ૨૦૨૬ના રોજ જાહેર કરાયેલા આ આદેશ અનુસાર, રાષ્ટ્રપતિ દ્વારા આ અધિકારીઓની પસંદગી વર્ષ ૨૦૨૫ની સિલેક્ટ લિસ્ટ અંતર્ગત પ્રોબેશન પર કરવામાં આવી છે અને તેઓને ગુજરાત કેડર ફાળવવામાં આવી છે.

કેન્દ્ર સરકારે ગુજરાત કેડરના 17 અધિકારીઓની IASમાં નિમણૂંકને મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2025ની પસંદગી યાદી અંતર્ગત રાજ્ય વહીવટી સેવાના અધિકારીઓને નિમણૂંક આપવામાં આવેલી છે. નવી નિમણૂંક પામેલા અધિકારીઓને ટૂંક સમયમાં જ પોસ્ટિંગ અપાશે.


જાહેર કરાયેલા ઓફિશિયલ નોટિફિકેશન મુજબ, આ તમામ ૧૭ અધિકારીઓની વરણી વર્ષ ૨૦૨૫ દરમિયાન ખાલી પડેલી જગ્યાઓ સામે કરવામાં આવી છે. આ યાદીમાં પ્રમોશન મેળવનારા અધિકારીઓમાં આર.એન. કુચરા, આર.પી. પટેલ, સી.બી. ગણાત્રા, સી.એ. ગાંધી, બી.એન. પટેલ, એમ.કે. જોશી, એ.કે. જોશી, કે.એસ. ઝાલા અને વી.કે. જાદવનો સમાવેશ થાય છે. આ સાથે જ ડી.કે. પટેલ, બી.એચ. પટેલ, આઈ.આર. વાળા, એમ.ડી. ચુડાસમા, બી.એસ. પ્રજાપતિ, વી.જી. પટેલ, એ.કે. વસ્તાણી અને પી.બી. રાઠોડને પણ આઈએએસ તરીકે બઢતી આપવામાં આવી છે.


ઉપરોક્ત નિમણૂંક પામેલા તમામ અધિકારીઓને ટૂંક સમયમાં જ પોસ્ટિંગ આપવામાં આવશે તેવા પણ અહેવાલ સામે આવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application