લાખાજીરાજ માર્ગ સહિતની બજારમાં 15 પ્રોપર્ટી સીલ

  • December 07, 2023 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલએ મિલકત વેરાના બાકીદારો સામે લાલ આંખ કરી છે અને આજે લાખાજીરાજ માર્ગ સહિતના બજાર વિસ્તારોમાં વધુ 15 બાકીદારોની મિલકતો સીલ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં વેરા વસુલાત ઝુંબેશ વધુ આક્રમક બનશે તેમ મ્યુનિસિપલ કમિશનરએ જણાવ્યું હતું.

વિશેષમાં મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ રિકવરી ડ્રાઇવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે વોર્ડ નં.4માં કુવાડવા રોડ પર આવેલ 1 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.56 લાખ, લાતી પ્લોટમાં 2 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ. 16.34 લાખ, મોરબી રોડ પર આવેલ 1 યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.62,000, કુવાડવા નેશનલ હાઇવે રોડ પર 1 યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.1.04 લાખ, વોર્ડ નં.5માં પેડક રોડ પર આવેલ 1 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.32 લાખ, કુવાડવા રોડ પર આવેલ 1 યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.86810, કરણ ઓટો ગેરેજને નોટીસ, વોર્ડ નં.6માં સંત કબીર રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.50000, ન્યુ શક્તિ સોસાયટી માં 1 યુનિટની સીલની કાર્યવાહી કરતા રૂ. 1,90,000ની વસુલાતનો ચેક આપ્યો હતો. જ્યારે વોર્ડ નં.7માં લાખાજીરાજ રોડ પર 1 યુનિટ સીલ, યાજ્ઞિક રોડ પર આવેલ 1 યુનિટને નોટીસ સામે રીકવરી રૂ. 32,600, યાજ્ઞિક રોડ પર આવેલ સિદ્ધિ વિનાયક કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટ ફ્લોર ઓફિસ નં.104 સીલ, વોર્ડ નં.10માં હરભોલે આર્કેડને નોટીસ સામે રીકવરી રૂ.1.48 લાખ, વોર્ડ નં.15માં મધુરમ ઓદ્યોગિક વિસ્તારમાં 1 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ. 50000, મધુરમ ઓદ્યોગિક વિસ્તારમાં 1 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.64410, કોઠારીયા રોડ ઉપર 4 યુનિટને નોટીસ, કોઠારીયા રોડ પર આવેલ 1 યુનિટને નોટીસ સામે પીડીસી ચેકથી વસુલાત, વોર્ડ નં.18માં કોઠારીયા રીંગ રોડ પર આવેલ 3 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ. 12.93 લાખ, કોઠારીયા રોડ પર આવેલ 1 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.68985 કરાઇ હતી. સૂત્રોએ ઉમેર્યું હતું કે આજે બપોર સુધીમાં 15 મિલ્કતોને સીલ કરેલ તથા અન્ય 15 મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસની બજવણી કરી કુલ રૂા.35.18 લાખની રીકવરી કરવામાં આવી હતી. ઉપરોક્ત કાર્યવાહીમાં આસિ. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટર વિગેરે આસિ.કમિશ્નર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application