જ્યોર્જિયામાં ભારતીય રેસ્ટોરાંમાંથી એકસાથે 12 લોકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ રેસ્ટોરાંનું નામ ગુડાઉરી સ્કી રિસોર્ટ નામે ઓળખાય છે. મૃતકોમાં 11 વિદેશી જ્યારે અન્ય 1 જ્યોર્જિયન નાગરિક છે.
પ્રાપ્ત વિગત મુજબ રેસ્ટોરાંના બીજા માળેથી 12 લોકોનાં મૃતદેહો મળી આવ્યા હતા જ્યાં આ લોકોના સુવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. એવી માહિતી છે કે મૃતકો રેસ્ટોરાંના સ્ટાફના સભ્યો જ હતા. જો કે, તપાસમાં જાણવા મળ્યું કે, મૃતકોના મૃતદેહો પર કોઈ ઈજાના નિશાન નથી. પ્રાથમિક રીતે જનરેટરનો ઉપયોગ કરતી વખતે શોર્ટ સર્કિટમાં આ લોકોનો મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. કારણે, ઘરમાં બેડની નજીક રાખવામાં આવેલું જનરેટરની સ્વિચ ચાલુ હતી. પોલીસ ફોરેન્સિક સ્પેશિયાલિસ્ટની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.
શું કાર્બન મોનોકસાઈડના લીધે થયું મોત??
પ્રારંભિક ધોરણે જણાવ્યું હતું કે, રૂમમાં જનરેટર માટે મર્યાદિત જગ્યા હોવાથી કાર્બન મોનોકસાઈડનું પ્રમાણ વધ્યું હતું. જેના લીધે રૂમમાં ઝેરી વાયુ પ્રસરતા મોત થયુ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી રિસોર્ટની સુરક્ષા મુદ્દે સવાલો ઉભા થયા છે. ખાસ કરીને ઓછી જગ્યામાં જનરેટરનો ઉપયોગ જોખમી હોવા છતાં રિસોર્ટમાં જનરેટર લગાવાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરીમાં યુવાને ૧ લાખ મુદલ ૫૦ હજાર વ્યાજ ચૂકવ્યું છતાં વ્યાજખોર તેની બોલેરો પડાવી ગયો
December 21, 2024 10:50 AMજામજોધપુર-લાલપુર મતવિસ્તારમાં ધારાસભ્ય તરીકેના બે વર્ષના કાર્યકાળની ઝલક રજુ કરતા હેમંત ખવા
December 21, 2024 10:49 AMરાજકોટ જિલ્લા પંચાયતમાં નવો જ વિક્રમ એજન્સીએ ૪૧.૮૮% નીચા ભાવે કામ લીધું
December 21, 2024 10:48 AMકાતિલ ઠાર અને ઠંડી: નલિયામાં ૫.૮, ગિરનાર ઉપર પાંચ ડિગ્રી
December 21, 2024 10:46 AMતું વાંજણી છો, પરિવારને સંતાન સુખ આપતી નથી કહી પતિ ઝઘડો કરી ઝપાઝપી કરતો
December 21, 2024 10:45 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech