BREAKING NEWS

બદલી થઇ રાજકોટમાં મૂકાયેલા 12 PIને પોસ્ટીંગ અપાયું: 7ની આંતરિક બદલી કરાઈ, જુઓ લિસ્ટ

  • April 02, 2026 06:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં પોલીસ બેડમાં થયેલી બદલીઓના હુકમમાં રાજકોટ બદલી પામેલા ૧૨ પીઆઇને પોસ્ટીંગ આપવામાં આવ્યા છે. જયારે શહેર પોલીસ બેડામાં ફરજ બજાવતા સાત પીઆઇની આંતરિક બદલી કરવામાં આવી છે.


રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી રાજકોટ ખાતે બદલી પામેલા ૧૨ પીઆઇને શહેરના મહત્વના પોલીસ સ્ટેશનોમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. જેમાં ખેડાથી આવેલા પીઆઈ જે.વી.વાઢીયાને એ-ડિવિઝન, તાપીથી આવેલા એસ.પી.સોઢાને થોરાળા, દેવભૂમિ દ્વારકાથી આવેલા એમ. ડી. મકવાણાને પ્રધુમનનગર અને સુરત શહેરથી આવેલા જે. જે. હળવદીયાને ટ્રાફિક શાખામાં મૂકવામાં આવ્યા છે.


આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાથી આવેલા કે. કે. ગોહિલને એએચટીયુ, વડોદરા શહેરના જે. ડી. પરમારને ભક્તિનગર, સુરતથી આવેલ એમ.બી. વાછાણીને લાયસન્સ બ્રાન્ચ અને ભરૂચથી આવેલા એસ.ડી.ફુલતરીયાને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. મહિલા અધિકારીઓમાં જૂનાગઢથી આવેલા એફ.પી.ગઢવીને ગાંધીગ્રામ, ગીર સોમનાથના ડો.એ.એલ. વરચંદને ખાસ શાખા અને પંચમહાલથી આવેલા એસ.બી.બુટીયાને મહિલા પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છ. જ્યારે સોરઠચોકીથી આવેલા પીઆઈ આર.ડી.પરમારને એમઓબીમાં મુકવામાં આવ્યા છે.


શહેરના આલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સાત પીઆઈની પણ આંતરિક બદલીના આદેશ અપાયા છે. ગાંધીગ્રામમાં ફરજ બજાવતા એસ.આર. મેઘાણીને તાલુકા પોલીસ અને યુની. પોલીસ મથકના એચ.એન. પટેલને આજીડેમ પોલીસ મથકમાં મોકલવમાં આવ્યા છે. તાલુકા પોલીસ મથકના ડી.એમ.હરિપરાને સાયબર (ફર્સ્ટ), પ્ર.નગરના વી.આર. વસાવાનેને કુવાડવા રોડ પોલીસ અને ખાસ શાખાના જી.આર. ચૌહાણની બી.ડિવિઝન ખાતે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત રીડર શાખાના કે.પી. તરેટીયાને એરપોર્ટ અને સાયબર ક્રાઈમના જે.એમ. કૈલાને માલવિયાનગર પેલીસ સ્ટેશનમાં ફરજ સોંપવામાં આવી છે. તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી નવા સ્થાને હાજર થવા સુચના આપવામાં આવી છે.


રાજકોટ ગ્રામ્ય પોલીસમાં ૧૬ પીઆઈની નિમણૂક- આંતરિક બદલીઓ

​રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લાના પોલીસ બેડામાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. ​જેમાં સુરેન્દ્રનગરથી આવેલા એચ. જે. ગોહિલને ભાડલા, પોરબંદરથી આવેલા એમ. એલ. આહીરને જેતપુર તાલુકા અને અમદાવાદ ગ્રામ્યથી આવેલા જે. આર. ઝાલાને ગોંડલ સીટી એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત, પી.ટી.સી. જૂનાગઢથી આવેલા એમ. જે. પરમારને મેટોડા જીઆઇડીસી, ઈન્ટેલિજન્સ વિભાગના એન. એ. શુક્લાને એલઆઇબી અને સુરત શહેરથી આવેલા વાય. એમ. ગોહિલને પાટણવાવ ખાતે મુકવામાં આવ્યા છે. પોરબંદરથી બદલી થઈ આવેલા પી. ડી. જાદવને જામકંડોરણા નિમણૂક આપવામાં આવી છે, જ્યારે પી.ટી.સી. જૂનાગઢના એચ. એમ. ધાંધલને ઉપલેટા ખાતે મૂકવામાં આવ્યા છે.


જિલ્લામાં કાર્યરત ૮ બિન-હથિયારી પીઆઇની પણ આંતરિક બદલીના ઓર્ડર નીકળ્યા છે. જેમાં જે. પી. ગોસાઈને ધોરાજી તાલુકામાંથી જસદણ, બી. આર. પટેલને ઉપલેટામાંથી ધોરાજી સીટી અને એસ. એચ. શર્માને મેટોડા જીઆઇડીસીથી જેતપુર ઉદ્યોગનગર ખાતે બદલવામાં આવ્યા છે. ડૉ. એમ. એમ. ઠાકોરને જેતપુર ઉદ્યોગનગરથી ધોરાજી તાલુકા, યુ. આર. ડામોરને લોધિકાથી કોટડા સાંગાણી અને એમ. જી. ચૌહાણને પાટણવાવથી પડધરી ખાતે મૂકવામાં આવ્યા છે. આર. એમ. રાઠોડને કોટડા સાંગાણીથી આટકોટ અને એસ. એન. પરમારને પડધરીથી લોધિકા પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે.


રાજકોટ સહિત રાજયની જેલના સુબેદારની બઢતી સાથે બદલી

રાજકોટ સહિત ગુજરાત ભરની જેલના સુબેદારોને બઢતી આપી બદલાવી નાખવામાં આવ્યા છે. જેમાં રાજકોટ મધ્યસ્થ જેલમાં ફરજ બજાવતા હરપાલસિંહ સોલંકી, હમીદભાઈ મુસેત્રા, ધર્મેશભાઈ ડાભી, વનરાજભાઈ કુકડીયા અને અશોકસિંહ રાઠોડ, અરુણભાઈ મકવાણાને બદલી સાથે રાજકોટ મધ્યસ્થ જેલમાં જ પોસ્ટીંગ આપવામાં આવી છે. જ્યારે પ્રવીણભાઈ તાબિયાડને બઢતી સાથે પોરબંદર બદલી પણ કરવામાં આવી છે. તેમજ રાજ્યભરને સુબેદારોની પણ બઢતી સાથે બદલી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News