થર્ટી ફર્સ્ટના રાજકોટ જિલ્લામાં ૧૧૪૨ પોલીસ જવાનોમાં ચેકિંગમાં રહેશે

  • December 30, 2023 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

થર્ટી ફર્સ્ટમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાજકોટ જિલ્લા પોલીસે તડામાર તૈયારી કરી લીધી છે. થર્ટી ફર્સ્ટની લોકોશાંતિ અને સલામતીથી ઉજવણી કરી શકે તે માટે રાજકોટ જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ રૂલર પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.થર્ટી ફર્સ્ટના પોલીસ અધિકારીઓ સહિત ૧૧૪૨ પોલીસ જવાનોનું રાઉન્ડ ક્લોક ચેકિંગ રહેશે. ખાસ કરીને છેવાડાના વિસ્તારમાં ફાર્મ હાઉસમાં યોજાતી દારૂની મહેફિલો પર પોલીસની બાદ નજર રહેશે.આ ચેકિંગ કાર્યવાહીમાં ૨૫ સી ટીમ પણ જોડાશે.


રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ દ્વારા થર્ટી ફર્સ્ટની ઉજવણી શાંતિ અને સલામતીથી લોકો કરી શકે તે માટે જિલ્લા પોલીસ દ્વારા કરાયેલી તૈયારીઓ અંગે વિગતો આપતા જણાવ્યું કે,થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન જિલ્લામાં કોઈ અનિજનીય ઘટના ન બને, ઉત્સાહના અતિરેકમાં કોઈ કાયદો હાથમાં ન લે, તે માટે પોલીસ દ્વારા રાઉન્ડ ક્લોક ચેકિંગ કરવામાં આવશે.


દારૂ પી વાહન ચલાવનાર શખસોને ઝડપી લેવા માટે જિલ્લામાં હાઇવે પર અલગ-અલગ ૮ ચેક પોસ્ટો બનાવવામાં આવી છે.જેમાં બ્રેથ એનેલાઇઝરની મદદથી ચકિંગ કરી નશાખોરોને ઝડપી લેવામાં આવશે. આ ઉપરાંત નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ કાયદો વ્યવસ્થાની સ્થિતિને જોખમમાં મૂકે તેવી પ્રવૃત્તિ ન કરે તે માટે ૬૨ પોલીસ અધિકારીઓ અને ૧૦૮૦ પોલીસ કર્મચારીઓ તથા હોમગાર્ડ અને જીઆરડીના જવાનો રાઉન્ડ ક્લોક બંદોબસ્તમાં તૈનાત રહેશે.તેમજ ચેકિંગની આ કાર્યવાહીમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં કુલ ૨૫ સી ટીમ બનાવવામાં આવી છે. સતત કાર્યરત રહેશે


જિલ્લા પોલીસ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જણાવ્યું છે કે, નાગરિકોને આસપાસ ક્યાંય પણ કોઈ ગેરકાયદે પ્રવૃતિ થતી જણાય તો રાજકોટ ગ્રામ્ય પોલીસના ફોન નંબર ૦૨૮૧ ૨૪૭૭૩૭૪ તથા ૭૪૩૩૯ ૧૧૧૦૦ ઉપર જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

અઠવાડિયામાં દેશી દારૂના ૧૮૭ અને વિદેશી દારૂના ૧૭ કેસ, ૨૦૨ શખસો સામે કાર્યવાહી
રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌરની રાહબરીમાં થર્ટી ફર્સ્ટ પૂર્વે જ જિલ્લા પોલીસ દ્રારા કડક ચેકીંગ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી.જેમાં ખાસ કરીને દારૂની હેરફેરની પ્રવૃત્તિ પર ખાસ નજર રાખવામાં આવી હતી.ત્યારે રાજકોટ ગ્રામ્ય એલસીબી,એસઓજી અને એન્ટી હ્યુમન ટ્રાફકિંગ યુનીટ,પેરોલ ફર્લોની અલગ અલગ ટીમ દ્વારા ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં તા. ૨૩/૧૨ થી તા.૨૮/૧૨ દરમિયાન પોલીસે દેશી દારૂના ૧૮૭ કેસ કરી ૪૩૯ લીટર દારૂ કિ.રૂ ૮૭૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો.તેમજ વિદેશી દારૂના ૧૭ કેસ કરી ૩૯૫૨ બોટલ દારૂ કિ.રૂ ૧૧.૮૭ લાખનો દારૂ ઝડપી લીધો હતો.પોલીસે ૨૦૨ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.પોલીસે દારૂ પી વાહન ચાલવવા અંગે ૪૧ ડિં્રકસ એન્ડ ડ્રાઇવના કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application