જામનગરમાં કોરોનાના ૧૦ પોઝીટીવ કેસ બાદ ૧૦૦ આરટીપીસીઆર ટેસ્ટીંગ કીટ આવી છે. જે શહેરમાં કાર્યરત મનપાના આરોગ્ય કેન્દ્રને ફાળવવામાં આવશે. પરંતુ શહેરમાં કાર્યરત ૧૩ આરોગ્ય કેન્દ્ર સામે જુજ ટેસ્ટીંગ કીટની ફાળવણીથી અનેક સવાલ ઉભા થયા છે. કોરોનાનું સંક્રમણ વધતા તંત્રમાં દોડધામ મચી છે. જો કે ઉચ્ચકક્ષાએ પણ ટેસ્ટીંગ કીટ અપૂરતી હોવાનું અંતરંગ સૂત્રોએ જણાવ્યું છે.
જામનગરમાં કોરોનાની રી-એન્ટ્રી થઇ છે. આટલું જ નહીં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૧૦ પોઝીટીવ કેસ જામનગરમાં નોંધાયા છે. જે પૈકી એક જ દિવસમાં ૭ કેસ નોંધાયા હતા, આ ૧૦ દર્દીઓ પૈકી ૬ દર્દીઓની ટ્રાવેલ હીસ્ટ્રી મળી છે, તો બાકીના ૪ દર્દી લોકલ સંક્રમિત થયાનું સામે આવ્યું છે. ૧૦ પોઝીટીવ કેસના પગલે શહેરનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે, પરંતુ નવાઇની વાત એ છે કે કોરોનાના ૧૦ પોઝીટીવ કેસ નોંધાયા બાદ પણ શહેરમાં કાર્યરત ૧૩ આરોગ્ય કેન્દ્રમાં કોરોનાના કેસ માટેની આરટીપીસીઆર કીટ ન હોવાનું અંતરંગ સૂત્રોએ જણાવ્યું છે. શહેરમાં કોરોનાના ૧૦ કેસ નોંધાયાના બે દિવસ બાદ એટલે કે મંગળવારે મોડી સાંજે ઉચ્ચકક્ષાએથી કોરોનાના ટેસ્ટ માટેની ૧૦૦ આરટીપીસીઆર કીટ જામનગર મહાનગરપાલિકાને ફાળવવામાં આવી હતી.
આ કીટ શહેરમાં કાર્યરત ૧૩ આરોગ્ય કેન્દ્રને ફાળવવામાં આવશે. પરંતુ ૧૩ આરોગ્ય કેન્દ્ર પૈકી ૧ કેન્દ્રને ૧૦ કીટ ફાળવવામાં આવે તો પણ ૧૩૦ કીટ જોઇએ ત્યારે શહેરમાં કાર્યરત ૧૩ આરોગ્ય કેન્દ્ર સામે ફક્ત ૧૦૦ કીટ ફાળવવામાં આવી છે. જે અપૂરતી છે. નવાઇની વાત તો એ છે કે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વઘ્યું છે ત્યારે ઉચ્ચકક્ષાએ પણ કોરોનાના ટેસ્ટ માટેની આરટીપીસીઆર કીટ અપૂરતી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. બીજી બાજુ આરટીપીસીઆર ટેસ્ટ કીટમાં કોરોનાનો ટેસ્ટ કરી તેના નમૂના તપાસ માટે જી.જી. હોસ્પિટલમાં મોકલવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application