જામનગર વીજ કચેરી દ્વારા હાલારના બંને જિલ્લાઓની કુલ ૧૦ નગર પાલિકાઓ પાસેથી તા . ૩૧/૧૨/૨૦૨૫ની સ્થિતિ એ રૂ.૫૧૫.૩૨ લાખ ની વીજબિલની વસૂલાત બાકી રહેતા વીજ કંપની દ્વારા કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે દરમ્યાન ૧૦ નગરપાલિકા પાસેથી સ્ટ્રીટલાઇટ કનેકશનો અને વોટરવર્કસ જોડાણના મળી ૨૭૭ કનેકશનના રૂ. ૫૧૫.૩ર લાખનું લેણુ તા.૩૧-૧૨-૨૦૨૫ની સ્થિતિએ હોવાનું સામે આવ્યું છે. આ બાબતે વીજ કંપની દ્વારા કાર્ય હાથ ધરાયું છે.
જેમાં ધ્રોલ નગરપાલિકામાં સ્ટ્રીટ લાઇટ ૩ જોડાણની રૂ..૦.૦૪ લાખ, કાલાવડ નગરપાલિકાની પાસેથી સ્ટ્રીટ લાઇટના ૩૨ જોડાણ ની રૂ. ૧.૪૭ લાખ અને પાણીના ૬ વીજ જોડાણ ની રૂ ા.૨.૮૧ લાખ, સિક્કા નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટ ના ૨૩ વીજ જોડા ની રૂ.૨૬.૭૧ લાખ અને પાણી માટે ના ૮ વીજ જોડાણ રૂ. ૬૪.૭૨ લાખ, ખંભાળિયાના સ્ટ્રીટ લાઈટ વીજ જોડાણના ૩.૬૩ લાખ અને પાણીના ૨૨ વીજ જોડાણના રૂ.૧૬૫.૪૩ લાખ,
સલાયા નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટના ૯ જોડાણ ની રૂ.. ૨.૯૨ લાખ અને પાણી માટેના પાંચ વીજ જોડાણ ની રૂ.૫૮.૯૧ લાખ, દ્વારકા નગરપાલિકાના સ્ટ્રીટ લાઈટના ૨૮ જોડાણ ના રૂ.૧.૫૧ લાખ, અને પાણી માટે ના ૬ વીજ જોડાણ ના ૦.૦૬ લાખ , ઓખા નગરપાલિકાના સ્ટ્રીટ લાઈટ ના ૨૬ જોડાણ ના રૂ.૩૩.૫૬ લાખ પાણી માટેના ૧૨ જોડાણના ૩૪.૧૫ લાખ., જામ રાવલ નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટ ના ૧૦ વીજ જોડાણના ૩.૭૯ લાખ પાણી માટેના ૯ વીજ જોડાણના રૂ.૨૪.૩૮ લાખ થવા જાય છે.
ભાણવડ નગરપાલિકાને સ્ટ્રીટ લાઈટના ૨૦ જોડાણ ના ૬.૯૦ લાખ અને પાણી માટે ના ૧૦ જોડાણ જોડાણના ૮૦.૫૭ લાખ તેમજ જામજોધપુર નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટ ના ૯ વીજ જોડાણ ના રૂ .૩.૧૯ લાખ અને પાણી માટેના ૯ વિજ જોડાણ ના રૂ.૦.૫૫ લાખ મળી કુલ ૧૦ નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટ અને પાણી જોડાણના કુલ ૨૭૭ જોડાણ માટે ના રૂ .૫૧૫.૩૨ લાખનું લેણું વસૂલવાનું બાકી છે.