આજીનદીના પુલ પાસે બોલેરોમાંથી ૧.૫૦ લાખના દેશીદારૂનો જથ્થો ઝડપાયો
આજીનદીના પુલ પાસે બોલેરોમાંથી ૧.૫૦ લાખના દેશીદારૂનો જથ્થો ઝડપાયો
March 28, 2026 06:07 PM
આરોપી ચોરવીરા ગામના કિશન માથાસુડીયા અને કેસરપર ગામના ધવલ ઉર્ફે રમેશ મણદૂરીયાની ધરપકડ: ચોરાવીરાના પરેશ માથાસુડીયાનું નામ ખુલ્યું રાજકોટ શહેરમાં દાના દૂષણને નિસ્ત નાબૂદ કરવા પોલીસ કમિશનર દ્રારા મહત્વની બ્રાન્ચો તેમજ જુદાજુદા ઝોનની પોલીસને કાર્યવાહી કરવાના કરેલા દેશના પગલે ક્રાઈમ બ્રાન્ચના યુવા ડીસીપીની સુચનાથી ડીસીબી ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળી હતી તે દરમિયાન આજી ડેમ ચોકડી થી ગોંડલ ચોકડી તરફ જતા આજી નદીના ફલ નજીક બોલેરો કારમાંથી ૭૫૦ લીટર દેશી દા ૧.૫૦ લાખનો ઝડપી બે આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના ક્રાઈમ બ્રાન્ચના યુવા ડીસીપી જગદીશ બાંગરવાની સુચના અને એસીપી બીબી બસીયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ આર ગોંડલીયાની રાહબારીમા ડીસીબી ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના કનકસિંહ સોલંકી રાજેશભાઈ ચાવડા ને મળેલ બાતમીના આધારે આજીડેમ ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જતા ૧૫૦ ફટ રીંગ રોડ આજી નદીના પૂર્ણ નજીક બોલેરો જી જે ૧૩ એ ડબલ્યુ ૦૩૦૨ નંબરની કારમાં નીકળેલા બે શખ્સોને અટકાવી તલાસી લેતા બોલેરો માંથી ૧.૫૦ લાખની કિંમતનો ૭૫૦ દેશી દાનો જથ્થો મળી આવતા બે શખ્સોની ધરપકડ કરી દા અને બોલેરો સહિત કુલ ૩.૫૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. ઝડપાયેલા બંને આરોપીમાં કિસન ભીખાભાઈ માથાસુડીયા ઉંમર ૨૦ રહે ચોરવીરા ગામ તાલુકો સાયલા અને ધવલ ઉર્ફે રમેશ કરશનભાઈ મણદૂડિયા ઉમર ૨૨ રહે કેસરપર ગામ તાલુકો સાયલા વાળાને ઝડપી ધરપકડ કરી હતી, ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં આ દાનો જથ્થો ચોરાવીરા ગામના બુટલેગર પરેશ રાવજી માથાસુડીએ મોકલાવ્યા ની કબુલાત આપતા તેની શોધખોળ શ કરી છે. આ અંગેની કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ એમ.આર ગોંડલીયા, પીઆઇ મનોજ ડામોર, પીઆઇ સીએચ જાદવ, એ.એસ.આઇ અનિલ સોનારા કનકસિંહ સોલંકી ગીરીરાજસિંહ જાડેજા સુભાષભાઈ રબારી રાજેશભાઈ ચાવડા હરપાલસિંહ જાડેજા સહિતની ટીમ જોડાઈ હતી