જામનગર : ભાણવડ નજીક રીક્ષા અકસ્માતમાં યુવાનનું મૃત્યુ
ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતા રાજુભાઈ ગોવિંદભાઈ સોલંકી નામના ૩૫ વર્ષના યુવાન ગત તા. ૧૮ ના રોજ જી.જે. ૧૦ યુ. ૮૮૫૮ નંબરના છકડો રીક્ષામાં બેસીને જઈ રહ્યા હતા. ત્યારે ભાણવડથી આશરે ૬ કિલોમીટર દૂર ભેનકવડ વિસ્તારમાં પહોંચતા આ છકડા રિક્ષાના ચાલક વિજય રાજુભાઈ પરમારએ પોતાનો છકડા રીક્ષા પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવી, સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા આ રીક્ષા વડના એક ઝાડ સાથે ટકરાયો હતો. જેના કારણે રાજુભાઈ સોલંકીને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ મિથુનભાઈ ગોવિંદભાઈ સોલંકી (ઉ.વ. ૨૬, રહે. રામેશ્વર પ્લોટ, ભાણવડ) ની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે રીક્ષા ચાલક વિજય રાજુભાઈ પરમાર સામે બી.એન.એસ. તથા એમ.વી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એલ.એમ. પુરોહિત દ્વારા હાથ ધરવામાં આવી છે. "
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application