જામનગર જિલ્લામાં આવતીકાલે મતદાન: ઈવીએમ મશીનો અને સ્ટાફ ડિસ્પેચ સેન્ટરથી રવાના

  • April 25, 2026 04:16 PM 
  

જામનગર જિલ્લામાં આવતીકાલે મતદાન: ઈવીએમ મશીનો અને સ્ટાફ ડિસ્પેચ સેન્ટરથી રવાના


૩૯૨ વાહનો મારફતે મશીનો પહોંચાડાયા, દસ ટકા સ્પેર ઈવીએમ સાથે તંત્ર સજ્જ


જામનગર તા ૨૫, જામનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને અનુલક્ષીને આવતીકાલે મતદાન યોજાનાર છે. તેને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આજે ઈવીએમ મશીનો અને ચૂંટણી સ્ટાફને જુદા જુદા ડિસ્પેચ સેન્ટરોમાંથી મતદાન મથકો તરફ રવાના કરવામાં આવ્યા છે.


મળતી માહિતી મુજબ સમગ્ર જિલ્લામાં કુલ ૨૬૪૨ બેલેટ યુનિટ (BU) અને ૨૧૩૭ કન્ટ્રોલ યુનિટ (CU) ઈવીએમ મશીનો ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે. જેમાં બેલેટ યુનિટ એટલે કે એક મશીનમાં ૧૪ ઉમેદવારો સુધી મતદાન થઈ શકે છે, જ્યારે વધુ ઉમેદવારો હોય ત્યાં કન્ટ્રોલ યુનિટ સાથે વધારાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સંભાવિત પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આશરે ૧૦ ટકા જેટલી સ્પેર ઈવીએમ મશીનો પણ રાખવામાં આવી છે.


જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ ૯૪૮ BU અને ૪૬૪ CU ઈવીએમ મશીનો ફાળવવામાં આવ્યા છે. તે જ રીતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે પણ અલગ અલગ પ્રમાણમાં ઈવીએમ મશીનો ગોઠવવામાં આવ્યા છે.


ઈવીએમ મશીનો અને ચૂંટણી સ્ટાફને સુરક્ષિત રીતે મતદાન મથકો સુધી પહોંચાડવા માટે કુલ ૩૯૨ વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં જામનગર શહેર માટે ૧૨૦ વાહનો, શિક્કા નગરપાલિકા માટે ૬ વાહનો અને જિલ્લા તથા તાલુકા પંચાયત વિસ્તારો માટે ૨૨૬ વાહનો ફાળવવામાં આવ્યા છે.


ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application