ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને ખોડલધામ સંગઠન અધ્યક્ષ અનારબેન પટેલે આજ રોજ ખોડલધામ મંદિરના પવિત્ર પ્રાંગણમાં પરિવારજનો સાથે પધારી મા ખોડલના ધામમાં ધ્વજારોહણનો લ્હાવો લીધો હતો.
આજે ખોડલધામ સંગઠન અધ્યક્ષ અનારબેન પટેલ અને તેઓના પરિવાર ખોડલધામ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિથી ધ્વજાજીનું પૂજન કરીને વાજતે ગાજતે સામૈયા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ખોડલધામ મંદિરના શિખર પર બાવન ગજની ધ્વજાનું આરોહણ કરવામાં આવ્યું હતું. આ ધ્વજારોહણ પ્રસંગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ માનનીય આનંદીબેન પટેલે પણ ઉપસ્થિત રહીને મા ખોડલના દર્શન કરી શિખર પર ધ્વજારોહણ કર્યું હતું. ધ્વજારોહણ પ્રસંગે ઉપસ્થિત આનંદીબેન પટેલનું ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીઓ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરીને સન્માન કરાયું હતું.