કોલેજોના અધ્યાપકોને પણ પીએચડીની ગાઈડશિપ આપવા દોઢ વર્ષે યુનિ.નો નિર્ણય
કોલેજોના અધ્યાપકોને પણ પીએચડીની ગાઈડશિપ આપવા દોઢ વર્ષે યુનિ.નો નિર્ણય
April 25, 2026 03:24 PM
રાજકોટ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સલ કોલેજમાં ભણાવતા અધ્યાપકોને પણ પીએચડીના ગાઈડ ગણવા જોઈએ તે મુદ્દે છેલ્લા દોઢ વર્ષથી ચાલતી લડાઈમાં આખરે અધ્યાપકોની તરફેણમાં નિર્ણય લેવાયો છે. યુનિવર્સિટીએ આ સંદર્ભે દરેક કોલેજના સંચાલકોને એક પરિપત્ર કરીને જણાવ્યું કે જે અધ્યાપકો પીએચડીના ગાઈડ થવા ઈચ્છે છે તે જો પીજીનો ત્રણ વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા હશે તો તેમને ગાઈડશીપ આપવામાં આવશે. ચાલુ શૈક્ષણિક સત્રમાં કોલેજના અધ્યાપકોને ગાઈડશીપ ન અપાતા સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં સંશોધન કરવા માંગતા પીએચડીના વિધાર્થીઓની સંખ્યામાં જોરદાર ઘટાડો નોંધાયો છે અને અનેક વિધાર્થીઓ પીએચડી કરવાથી વંચિત રહી ગયા છે. નવા યુનિવર્સિટી કોમન એકટ ના અમલ બાદ જુદી જુદી કોલેજના ૬૫ અધ્યાપકોએ પીએચડી ગાઈડશીપ માટે અરજી કરી હતી પરંતુ તેમની અરજીઓ લાંબા સમયથી પેન્ડિંગ છે. રાયની અન્ય સરકારી યુનિવર્સિટીઓમાં કોલેજના અધ્યાપકોને ગાઈડશીપ આપવામાં આવી છે તો સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સંલ કોલેજોના અધ્યાપકોને તેમના આ અધિકારથી શા માટે વંચિત રાખવામાં આવ્યા છે ? તેવી રજૂઆત અને એક વખત અધ્યાપક મંડળે કરી હોવા છતાં તેનું કોઈ નિરાકરણ આવતું ન હતું અને માત્ર યુનિવર્સિટી કેમ્પસ પરના ભવનના અધ્યાપકોને જ ગાઈડશીપ આપવામાં આવી હતી. સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના રાજકારણમાં આ પ્રકારનો નિર્ણય લઈને કોલેજના અધ્યાપકોને સત્તાના કેન્દ્રમાંથી દૂર કરી દેવામાં આવ્યા હતા અને ભવનના અધ્યાપકોનો દબદબો જળવાયો હતો. સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીએ કોલેજ સંચાલકોને પાઠવેલા પરિપત્રમાં જણાવ્યું છે કે જે અધ્યાપકોનો પ્રોબેશન પિરિયડ પૂરો થઈ ગયો હોય તેમ જ પીજીની માન્યતા ધરાવતી સંસ્થામાં ત્રણ વર્ષનો અનુભવ હોય તેવા અધ્યાપકોને પીએચડી ગાઈડ બનવા માટેની અરજી જરી પ્રમાણપત્રો સાથે મોકલી આપવાની રહેશે. બીજી બાજુ યુનિવર્સિટીની જુદી જુદી ૧૪ વિધા શાખામાં એસોસિયેટ ડીનનો મુદ્દો હજુ પણ અનિર્ણિત છે. યારે ડીન હાજર ન હોય ત્યારે કોને કાર્યભાર સોપવો તે સવાલ હજુ યથાવત છે. અત્યાર સુધીની વ્યવસ્થામાં યારે ડીન ગેરહાજર હોય તો તેની જગ્યાએ અધર ધેન ડીનને જવાબદારી સોપવામાં આવતી હતી. પરંતુ નવા યુનિવર્સિટી કોમન એકટના અમલ પછી હજુ ૧૪ ફેકલ્ટીમાં આવી નિમણૂકો થઈ નથી. કોમર્સ વિધાશાખામાં એકાઉન્ટને બદલે અર્થશાક્ર વિષયના અધ્યાપક હોવાથી તેમને બદલવાની પણ લાંબા સમયથી રજૂઆતો થઈ રહી છે. પરંતુ તેનું હજુ સુધી નિરાકરણ આવ્યું નથી.