જામનગર: ભારે પવને ટાઉનહોલ સર્કલના સિંહનું કરી નાખ્યું લોકાર્પણ...!: ફરી પાછો સિંહ પાંજરે પુરાઇ ગયો...!

  • May 12, 2026 11:44 AM 

જામનગર: ભારે પવને ટાઉનહોલ સર્કલના સિંહનું કરી નાખ્યું લોકાર્પણ...!: ફરી પાછો સિંહ પાંજરે પુરાઇ ગયો...!

જામનગરમાં ટાઉનહોલ સર્કલમાં વનતારા ટીમ આધારિત પ્રાણીઓનાં પુતળા મુકવામાં આવ્યા છે, હરણ, મંકીનાં પુતળા પહેલેથી ખુલ્લા છે પરંતુ ગઇકાલે ભારે પવનનાં કારણે વિશાળ કદના મુકાયેલા સિંહના પુતળા પર ઢાંકેલુ પ્લાસ્ટીકનું કવર  નીકળી જતા થોડા સમય સુધી લોકાર્પણ થયા પહેલા લોકોએ સિંહના દર્શન કર્યા હતા. તાબડતોબ ખબર પડતા જ રિલાયન્સના ઉચ્ચ અધિકારીઓએ લોકોને મોકલીને આ પુતળાને  ઢાંકી દીધુ હતું પરંતુ લોકાર્પણ થાય તે પહેલા ભારે પવને સિંહનું લોકાર્પણ કરી નાખ્યુ હતું એવો તાસીરો સર્જાયો હતો અત્રે નોંધનીય છે કે સર્કલને ખુબ સુંદર બનાવવામાં આવ્યું છે અને વહેલી તકે તેનું લોકાર્પણ થાય એવું લોકો ઇચ્છી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application