હવે હુમલો થશે તો અણુ બોમ્બ જ એકમાત્ર વિકલ્પ: ઈરાનની ધમકી
હવે હુમલો થશે તો અણુ બોમ્બ જ એકમાત્ર વિકલ્પ: ઈરાનની ધમકી
May 13, 2026 10:34 AM
મધ્ય પૂર્વમાં સ્થિત ઓર તંગ બની છે અને અમેરિકાને ઈરાને પરમાણુ હુમલા અંગે કડક ચેતવણી આપી છે, કહ્યું છે કે તે 90 ટકા સુધી સમૃદ્ધ યુરેનિયમ રિફાઈન કરશે. ઈરાની સંસદના પ્રવક્તા ઈબ્રાહિમ રેઝાઈએ કહ્યું હતું કે જો ઈરાન પર ફરીથી હુમલો કરવામાં આવે છે, તો તે 90 ટકા સુધી યુરેનિયમ શુદ્ધ કરી શકે છે. આ યુરેનિયમ પરમાણુ શસ્ત્રો માટે સીધું જ અસરકારક રહેશે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા આ ચેતવણી આપી હતી.જૂન 2025માં, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇઝરાયલ અને યુએસ હુમલાઓથી ઇરાનની યુરેનિયમ સંવર્ધન ક્ષમતાને નુકસાન થયું છે. હાલમાં, 400 કિલોગ્રામ જેટલા ઇરાન પાસે રહેલા 60 ટકા સંવર્ધિત યુરેનિયમના ભાવિ વિશે કોઈ માહિતી નથી.બીજી તરફ અમેરિકા ઇરાનને તેના પરમાણુ કાર્યક્રમ છોડી દેવાની માંગ કરવાનું ચાલુ રાખે છે..દરમિયાન યુએસ ગુપ્તચર એજન્સીઓએ જણાવ્યું છે કે જ્યાં સુધી ઇરાનનું યુરેનિયમ સંવર્ધન દૂર કરવામાં ન આવે ત્યાં સુધી ઇરાનના પરમાણુ કાર્યક્રમ પર કોઈ અસર થશે નહીં.28 ફેબ્રુઆરીથી ચાલી રહેલા યુદ્ધમાં હાલમાં યુદ્ધવિરામ અમલમાં છે. જો કે, તેને ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. બંને પક્ષો કોઈ નક્કર નિષ્કર્ષ પર પહોંચ્યા નથી. અમેરિકા ઇરાનને તેના પરમાણુ કાર્યક્રમ છોડી દેવાની માંગ કરવાનું ચાલુ રાખે છે.