ઓડિશાના બાલાસોર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પડોશીઓ સાથેના વિવાદને કારણે એક મહિલાની હત્યા કરવામાં આવી હતી, અને પરિવારને ન્યાય મેળવવા માટે લાશને સાયકલ પર લઈને લગભગ ૧૫ કિમી મુસાફરી કરવાની ફરજ પડી હતી. પરિવારના સભ્યો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ઉગ્ર વિરોધ કર્યેા. આ ઘટના બાલાસોર જિલ્લાના ખૈરા પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળના હરિપુર ગામમાં બની હતી. રવિવારે બે પરિવારો વચ્ચે જમીનની સીમાને લઈને વિવાદ થયો. આ વિવાદ ઝડપથી હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો. એવો આરોપ છે કે આ સમય દરમિયાન પડોશીઓએ એક મહિલા પર પાવડો અને કોદાળીથી હત્પમલો કર્યેા હતો. આ હત્પમલામાં ૩૯ વર્ષીય કમલા સેઠીનું મૃત્યુ થયું હતું.પડોશીઓના હત્પમલામાં કમલા સેઠીની ભાભી શકુંતલા સેઠી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ઘાયલ મહિલાને સારવાર માટે કટકની એસબીસી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી , યાં તેની હાલત ગંભીર બન્યા બાદ તેનું મોત નીપયું હતું . પરિવારનો આરોપ છે કે ઘટના ત્રણ દિવસથી ચાલી રહી હોવા છતાં, પોલીસ મુખ્ય આરોપીની ધરપકડ કરી શકી નથી. વિરોધમાં, પરિવાર અને ગ્રામજનોએ કમલા સેઠીના મૃતદેહને સાયકલ પર મૂકયો અને ખૈરા પોલીસ સ્ટેશન તરફ કૂચ કરી.