ખંભાળિયા: ટ્રેક્ટર સાઈડમાં લેવા બાબતે દ્વારકાના યુવાન પર હુમલો

  • May 13, 2026 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા: ટ્રેક્ટર સાઈડમાં લેવા બાબતે દ્વારકાના યુવાન પર હુમલો

ફ્રેકચર સહિતની ઇજા કરી: ચાર શખ્સો સામે ફરીયાદ દાખલ

દ્વારકાના બિરલા પ્લોટ વિસ્તારમાં રહેતા સામતભાઈ ડાયાભાઈ સોનગરા નામના ૪૩ વર્ષના સતવારા યુવાનને બિભત્સ ગાળો કાઢી, બેફામ માર મારી ફેક્ચર સહિતની ઈજાઓ કરવા સબબ હિતેન્દ્રસિંહ જાડેજા તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદી સામતભાઈ પાણીનું ટ્રેક્ટર ભરી અને જઈ રહ્યા હતા, ત્યારે આરોપીઓ લગ્નના ફુલેકામાં હોય, તે દરમિયાન ટ્રેક્ટર સાઈડમાં લેવા બાબતે બોલાચાલી થયા બાદ ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે દ્વારકા પોલીસે ત્રણ અજાણ્યા સહિત તમામ ચાર શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application