ખંભાળીયા લોકમેળામાં લુંટ કરનાર આરોપીને પકડી લેતી એસઓજી
ખંભાળીયા લોકમેળામાં લુંટ કરનાર અને છેલ્લા આઠ મહિનાથી નાસતો ફરતો આરોપીને એસઓજી પોલીસે પકડી પાડયો છે.
રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાએ લુંટ તથા ધાડ જેવા ગંભીર ગુનામાં નાસતા ફરતા અરોપીઓને પકડી પાડવા અંગે કાર્યવાહી કરવા એસઓજી પીઆઇ વી.એ. રાણા, પીએસઆઇ ટી.એ. વાળાને જરૂરી સુચના આપવામાં આવેલ જે અનુસંધાને સ્ટાફના એએસઆઇ વિરેન્દ્રસિંહ જાડેજા, પો.કોન્સી વિજયસિંહ જાડેજા, કૃષ્ણરાજસિંહ જાડેજા ખંભાળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન વાયકેજીએન સોસાયટી પાસે પહોચતા સંયુકતમાં ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ખંભાળીયાના શિરેશ્ર્વર મહાદેવના લોકમેળામાં લુંટ કરનાર આરોપી ફેઝાન ઉર્ફે ડાડો હુશેન મજગુલ રહે. શિવમ સોસાયટી ખંભાળીયાવાળો છેલ્લા આઠેક મહિનાથી નાસતો ફરે છે તે હાલ દારૂલ ઉલુમ મદરેશાનની બાજુના રોડ પર ઉમેલ છે.
તેવી ચોકકસ હકીકત મળતા તપાસ કરતા ઉપરોકત નામવાળો ઇસમ મળી આવેલ પુછતરછ કરતા ફૈઝાને જણાવેલ કે ગુનો કરી ધરપકડી બચવા નાસતો ફરતો હોય જેની અટક કરી ધોરણસર કાર્યવાહી માટે ખંભાળીયા પોલીસ સ્ટશેનને સોપી આપ્યો હતો.