જામનગરના આહિર એકટીવ ગ્રુપ ધ્વારા આહિર સમાજના ખેલાડીઓ માટે સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રોફી-૨૦૨૩-૨૪ ઓપન ગુજરાત ટેનીસ બોલ કે ક્રિકેટ ટુર્નામેન્ટ રોમાંચક ફાઈનલ મેચ સાથે સફળતાપૂર્વક સમાપ્ત થઈ હતી.
તા. ૨૪ ડિસેમ્બર-૨૦૨૩ થી વિશાલ હોટલ સામે વસંત પરિવારની વાડીના મેદાનમાં આયોજીત આ ટુર્નામેન્ટમાં આહિર સમાજની ૯૬ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ક્રિષ્ના કાઠીયાવાડી મહાકાળી ટીમ-જામનગર અને આર.જી.ઈલેવન-જામનગર વચ્ચે ભારે રસાકસી ભર્યા ફાઈનલ મેચમાં ક્રિષ્ના કાઠીયાવાડી મહાકાળી ઈલેવનનો રોમાંચક વિજય સાથે આ ટીમ ચેમ્પીયન થઈ હતી.
ફાઈનલ મેચ નિહાળવા અને ક્રિકેટ ખેલાડીઓને પ્રોત્સાહીત કરવા હાલારના વતની સુપ્રસિધ્ધ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સફળ ક્રિકેટર અજય જાડેજા ખાસ ઉપસ્થિત રહયા હતા. ત્યારપછી યોજાયેલ ઈનામ વિતરણ સમારોહમાં સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટના પ્રમુખ તથા સંસદ સભ્ય પુનમબેન માડમ અને આમંત્રીત મહેમાનોમાં મોક્ષ વસંતભાઈ, નિલેશભાઈ ભુતીયા, વિજયભાઈ ડેર અને આહિરાણી મહારાસ ગીતને કંઠ આપનાર ગાયક ભાવેશભાઈ આહિર તેમજ આહિર સમાજના અગ્રણીઓ સર્વે દેવશીભાઈ પોસ્તરીયા, વી.એચ.કનારા, પરબતભાઈ ગોજીયા, દેવાયતભાઈ ગોજીયા, હીતેશભાઈ પીડારિયા, મસરીભાઈ નંદાણીયા, હરદાસભાઈ ખવા, ભરતભાઈ ચાવડા, ભીમશીભાઈ ચાવડા, રામદેભાઈ કંડોરીયા, રમેશભાઈ કંડોરીયા, મહેશભાઈ નંદાણીયા, પરેશભાઈ કંડોરીયા, પૂર્વ ડે.મેયર પ્રવિણભાઈ માડમ, કેશુભાઈ માડમ-કોર્પોરેટર, લાભુબેન બંધીયા કોર્પોરેટર, રચનાબેન નંદાણીયા કોર્પોરેટર, જયોતીબેન ભારવાડીયા કોર્પોરેટર, રાહુલભાઈ બોરીયા કોર્પોરેટર, અનીલભાઈ વારોતરીયા, ભાયાભાઈ ગોજીયા, વિનોદભાઈ ગોજીયા, લાલાભાઈ ગોરીયા, રામભાઈ ખુંટી, ડાડુભાઈ વરવારીયા, દેવીદાનભાઈ જારીયા, દિલીપભાઈ ચાવડા, દિલીપભાઈ હાથલીયા, પરબતભાઈ ભાદરકા, બિપીનભાઈ ખીમલીયા, ધનાભાઈ કાંબરીયા, જશાભાઈ નંદાણીયા, મેરુભાઈ માડમ, સુમાતભાઈ ભાટીયા, કનુભાઈ મકવાણા, ભરતભાઈ વારોતરીયા, સી.એન.ચાવડા, દિનેશભાઈ ચાવડા, ડી. ડી. ગોરીયા, ડી.ડી.બેલા, રમેશભાઈ મારુ, રમેશભાઈ સુવા, દેવશીભાઈ કરમુર, ભરતભાઈ ડેર, ભાયાભાઈ ડેર, મહેશભાઈ વારોતરીયા, હરદાસભાઈ કંડોરીયા, સુરેશભાઈ વસરા, અશ્વીનભાઈ વસરા, હમીરભાઈ નંદાણિયા, ભોજાભાઈ ભોચીયા, નરેશભાઈ ગોજીયા, વિજયભાઈ નંદાણીયા, જીવાભાઈ કનારા, ભાવેશભાઈ ગાગીયા, નિતીનભાઈ માડમ, જીગરભાઈ માડમ, જેસાભાઈ ચાવડા, દિપકભાઈ ચાવડા, ભાવેશભાઈ મકવાણા, ચીરાગભાઈ વાંક, મેતાભાઈ ચાવડા, ડો.પી.વી.કંડોરીયા, ભીમશીભાઈ કાંબરીયા, વિરમભાઈ રાઠોડ, કારુભાઈ પરાપીપળીયા વિગેરે આહિર અગ્રણીઓ ઉપરાંત બહોળી સંખ્યામાં પ્રેક્ષકો ઉપસ્થિત રહયા હતા.
ચેમ્પીયન ટીમ તથા રનર્સ અપ ટીમને આકર્ષક ટ્રોફી તથા રોકડ પુરસ્કાર તેમજ ઉપસ્થિત મહેમાનોના હસ્તે બન્ને ટીમોના ખેલાડીઓને ટ્રેકસુટ અને ટી-શર્ટ આપવામાં આવ્યા હતાં. મેન ઓફ ધી સીરીઝ, મેન ઓફ પી ફાઈનલ મેચ, બેસ્ટ બેટસમેન, બેસ્ટ બોલર, એમ્પાયરો, કોમેન્ટેટર અને સ્કોરરને પુરસ્કારો આપવામાં આવ્યા હતા.
ઈનામ વિતરણ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત અજય જાડેજાએ જામનગરના આંગણે યોજાયેલ આ ટુર્નામેન્ટના સુંદર આયોજનને બીરદાવેલ તેમજ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવેલ પોતાના વતન જામનગર શહેર ખાતેના આ ટુર્નામેન્ટ કાર્યક્રમમાં તેમને આંમત્રીત કરવા બદલ સાંસદ પૂનમબેન માડમનો ખાસ આભાર વ્યકત કરેલ હતો.
સંસદસભ્ય પૂનમબેન માડમે પ્રાસંગિક પ્રવચન કરી ખેલાડીઓને બિરદાવી અભિનંદન પાઠવેલ. તેમજ સ્વ.હેમતભાઈ માડમની સ્મૃતિમાં સને ૨૦૦૮ થી પ્રતિ દર વર્ષે આહિર સમાજના ખેલાડીઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું ખૂબ જ સુંદર આયોજન આહિર એકટીવ ગ્રુુપના યુવા સદસ્યઓ દ્વારા કરવામાં આવે છે, જે આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application₹1 નો સિક્કો બનાવવામાં કેટલો ખર્ચ થાય છે? RBI એ આપ્યો પાઈ-પાઈનો હિસાબ
June 04, 2025 09:45 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech