જામનગર: હર્ષદ મીલની ચાલી પાસે વિદેશી દારૂના ચપટાઓ સાથે ઝડપાયો
જામનગર: હર્ષદ મીલની ચાલી પાસે વિદેશી દારૂના ચપટાઓ સાથે ઝડપાયો
May 12, 2026 01:32 PM
જામનગર: હર્ષદ મીલની ચાલી પાસે વિદેશી દારૂના ચપટાઓ સાથે ઝડપાયો
બે ના નામ ખુલ્યા : બાઇક સહિત રૂ. ૬૬ હજારનો મુદામાલ કબ્જે: રોજી પેટ્રોલ પંપ રોડ પર બોટલ સાથે એકની અટક
જામનગરના હર્ષદમીલની ચાલી રોડ પર જયુપીટર બાઇકમાંથી ઇંગ્લીશ દારૂના ૬૯ ચપટા સાથે એક શખ્સને પકડી લીધો હતો, જયારે બે શખ્સોની સંડોવણી સામે આવી હતી, તેમજ રોજી પંપ પાસેના રોડ પરથી દાની બોટલ સાથે એક શખ્સ ઝપટમાં આવ્યો છે.
જામનગરના ધરારનગર-૨, સાતનાલા પાસે રહેતા ઇરફાન દાઉદ જુણેજા નામના શખ્સને જયુપીટર બાઇક નં. જીજે૧૦ઇકે-૧૩૭૩માં હર્ષદમીલની ચાલી રોડ પર વિદેશી દારૂના ૬૯ ચપટા કિ. ૮૬૨૫ સાથે પકડી લીધો હતો. દારૂ, બાઇક, મોબાઇલ મળી કુલ ૬૬૬૨૫નો મુદામાલ જપ્ત કર્યો હતો.
તપાસ દરમ્યાન શંકરટેકરીના સદામ હુશેન સુમરા અને દિ.પ્લોટ ૫૮ હિંગળાજ ચોકમાં રહેતા વિપુલ ટાંકના નામ ખુલ્યા હતા જેને ફરાર જાહેર કરવામાં આવ્યા છે ત્રણેયની સામે પ્રોહી મુજબ સીટી-એ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
બીજા દરોડામાં જામનગરના શંકરટેકરી શાસ્ત્રીનગરમાં રહેતા હર્ષદીપસિંહ જુવાનસિંહ જાડેજાને ઇંગ્લીશ દારૂની એક બોટલ સાથે રોજી પંપ પાસેના રોડ પરથી સીટી-સી પોલીસે પકડી લીધો હતો.