કુખ્યાત ધર્મેશ રાણપરીયા સહીતનાઓની જામીન અરજીઓ રદ કરતી અદાલત
વેપારી પાસેથી ૪૦ લાખના વ્યાજ સહીત ડબલ રૂપિયા પડાવી અને તેમના મશીનરી જુટવી લઈ અને તેમની કિંમતી મિલ્કતો જુટવી લઈ અને ચેકો પડાવી લઈ મરવા મજબુર કરવાના આરોપોના કેશમાં આરોપીઓની જામીન અરજી રદ"
"વેપારીએ આરોપીઓના ત્રાસથી ઝેરી દવા પીને આપધાત કરવા પ્રયત્ન કરેલ"
આ કેશની હકિકત એવી છે કે, જામનગર ખાતે વસવાટ કરતા અને બ્રાસપાર્ટના ધંધા સાથે સંકળાયેલા લાલજીભાઈ મારકણા ધ્વારા તેમના ધંધાના કામ અર્થે ધર્મેશભાઈ રાણપરીયા પાસેથી રૂપીયા લીધેલા, તે રૂપિયા ઉપર તેમને ૧૦ થી ૧૨ ટકા વ્યાજ વસુલ કરેલ, ત્યારબાદ લાલજીભાઈની આર્થીક સ્થિતી કથડી જતાં તેઓ વ્યાજ ન ચુકવી શકતા આ ધર્મેશભાઈ રાણપરીયાનાઓએ તેમને પોતાના ગોડાઉન ઉપર ૨૦ દિવસ સુધી ગોંધી રાખેલ અને તેમને મારી નાખવાની ધમકી આપી અને તેમના પાસેથી મશીનરી જુટવી લીધેલ.
તેમજ જેઠાભાઈ હાથલીયાઓ પાસેથી પણ લાલજીભાઈએ વ્યાજે રકમ લીધેલ હતી અને તેઓ તેમને અવાર નવાર ટેલીફોની ધમકીઓ આપતા અને વ્યાજની પઠાણી ઉધરાણી કરતા રહેતા હતા અને માનસીક ટોર્ચર સતત કરતા રહેતા હતા.ત્થા ઉપેન્દ્રભાઈ ચાંદ્રાનાઓ પાસેથી પણ લાલજીભાઈએ વ્યાજે રકમ લીધેલ હતી, તેનું વ્યાજ ન ભરી શક્તા લાલજીભાઈની એકસયુવી કાર જુટવી લીધેલ.ત્થા કીરીટભાઈ ગંઢા અને હરીશભાઈ ગંઢાનાઓ પાસેથી પણ લાલજીભાઈએ વ્યાજે રકમ લીધેલી હતી તેનું પણ વ્યાજ ન ભરી શક્તા આ બંન્નેએ તેમના સગા ઉપર ખોટા ચેક રીટર્નના કેશ કરી અને લાલજીભાઈ ઉપર દબાણ લાવેલ હોય અને તેઓએ પણ લાલજીભાઈને સતત દબાણમાં રાખેલ અને ધાકધમકીઓ આપતા હતા.
આ તમામ આરોપીઓ પાસેથી જે રકમ લીધેલી હતી તે મુદ્દલ સહીત ચુકવી આપેલ હોય અને વ્યાજની રકમ મળીને કુલ ૪૦ લાખ જેટલી રકમ ચુકવી આપેલ.આમ, આ તમામ આરોપીઓના સતત ત્રાસ અને ઉપરોકત કૃત્યથી લાલજીભાઈની સ્થિતી કથડી ગયેલ અને તેઓ ભુખમરાની સ્થિતીમાં આવી ગયેલ, તેમના ધંધાના પણ તમામ રસ્તાઓ બંધ કરી દીધેલ હોય અને તેમના સગાવ્હાલાઓ ઉપર પણ કેશો કરેલ હોય જેથી તેઓ તમામ જગ્યાએથી આ રીતે ફસાવી દીધેલ હોય, જેથી તેમને તા.૨૫/૦૯/૨૦૨૫ના રોજ ઝેરી દવા પી લીધેલ અને તેમને સારવાર અર્થે ખસેડવામાં આવેલ.
તેમના પત્ની ધ્વરા ઉપરોકત વિગતની ફરીયાદ જાહેર કરેલ, જે ફરીયાદમાં તમામ આરોપીઓની અટક કરવામાં આવેલ અને તમામ આરોપીઓએ જામીન મુક્ત થવા અરજી દાખલ કરેલ જેમાં તમામ આરોપીઓ તરફે રજુઆતો થયેલ કે, ખોટો કેશ કરવામાં આવેલ છે અને જે વ્યવહાર થયેલ છે, તેના લખાણો થયેલ છે અને તે નામ.અદાલતમાં રજુ કરવામાં આવેલ અને કોઈ વ્યાજની લેવડ દેવડ થયેલ નથી.
તેવી દલીલો કરવામાં આવેલ, જેની સામે ફરીયાદી તરફે દલીલો કરવામાં આવેલ કે, આરોપી નં.૧ ધર્મેશભાઈ રાણપરીયા ધ્વારા આરોપી પાસેથી પહેલા જેટલી રકમ હતી તે તમામ રકમ પડાવી લીધેલ મુદ્દલ લઈ લીધેલ વ્યાજ પણ લઈ લીધેલ, અને તેટલાથી અટકેલ નથી તેમને ભોગબનનારના ધંધાના આધાર તેમને બળજબરીથી ગોંધી રાખી અને મૃત્યુના ભયમાં રાખી અને તેમની તમામ મશીનરીઓ પણ જુટવી લીધેલ હોય.
આ તમામ આરોપીઓએ વ્યાજ ચુકવવા એકબીજા પાસેથી પૈસા લીધેલઅ અને આ તમામે એકયા બિજા રીતે આરોપીને ફસાવી અને તેમની આર્થીક સ્થિતી નબડી થઈ જતાં તેમની મિલ્કતો પણ પચાવી પાડેલ હોય અને તેમના સગાઓના ચેકો પણ લઈ લઈ અને તેમના ઉપર પણ ખોટા કેશો કરેલ છે, અને અમુક આરોપીઓ ઉપર આ અગાઉ આ જ પ્રકારના કેશો નોંધાયેલ છે, અને આ ભોગબનનારે દવા પીતા પહેલા સ્યુસાઈટ નોટ પણ લખેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસોનાના ભાવમાં મોટું ગાબડું, ચાંદી પણ સસ્તી થઈઃ જાણો નવા ભાવ
March 07, 2026 06:28 PMઆ 5 સસ્તી કાર નાના પરિવારો માટે બેસ્ટ!, સેફ્ટી ફિસર્ચ, મોટી સ્પેસ અને દમદાર એવરેજ
March 07, 2026 05:41 PMફાઈનલ મેચ પહેલા કિવી ટીમ બુમરાહથી ડરી, જાણો ન્યુઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરે શું કહ્યું?
March 07, 2026 05:29 PMકતારના મોટા નિર્ણયથી પાકિસ્તાન લાચાર બન્યું, દરવાજા પર મંડરાયું આ ગંભીર સંકટ
March 07, 2026 05:09 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
