એસ.ટી.નિગમમાં ભરતી: GSRTC દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની 8917 જગ્યાઓ માટે જાહેરાત; આવતીકાલથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ

  • June 05, 2026 08:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના બેરોજગાર યુવાનો અને સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક બહુ મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મોટા પાયે ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.


ગુજરાત એસ.ટી. નિગમ (GSRTC) માં નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે સુવર્ણ તક આવી ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા એસ.ટી. તંત્રને વધુ મજબૂત કરવા અને નવી બસોના સંચાલન માટે કુલ ૮,૯૧૭ જગ્યાઓ પર ડ્રાઈવર અને કંડક્ટરની સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયથી આ ક્ષેત્રે ભરતીની રાહ જોઈ રહેલા લાખો યુવાનો માટે નિગમ તરફથી આ એક મોટી ભેટ માનવામાં આવી રહી છે.


કયા હોદ્દા માટે કેટલી જગ્યાઓ?
નિગમ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નોટિફિકેશન અનુસાર, ભરતી પ્રક્રિયાને બે મુખ્ય કેટેગરીમાં વહેંચવામાં આવી છે:


1. ડ્રાઈવર (Driver): કુલ ૪,૫૯૯ જગ્યાઓ
2. કંડક્ટર (Conductor): કુલ ૪,૩૧૮ જગ્યાઓ
કુલ ખાલી જગ્યાઓ: ૮,૯૧૭


ક્યારથી અને ક્યાં ફોર્મ ભરી શકાશે?
આ મહા-ભરતી અંતર્ગત ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા આવતીકાલથી શરૂ થઈ રહી છે. ઉમેદવારો નીચે મુજબની વિગતોની ખાસ નોંધ લે:


ફોર્મ ભરવાની શરૂઆત: 6 જૂન 2026 થી ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે.


અંતિમ તારીખ: ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5 જુલાઈ, 2026 નક્કી કરવામાં આવી છે.




ઉમેદવારો માટે સોનેરી તક
એસ.ટી. નિગમ દ્વારા લેવાનારી આ ભરતીમાં નિયત શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, ડ્રાઈવિંગ લાયસન્સ અને કંડક્ટર બેજ જેવા જરૂરી માપદંડો અંગેની વિગતવાર માહિતી ટૂંક સમયમાં જ પોર્ટલ પર લાઈવ કરી દેવામાં આવશે. 1 મહિના સુધી ચાલનારી આ ઓનલાઈન પ્રક્રિયામાં રાજ્યભરમાંથી લાખો ઉમેદવારો ફોર્મ ભરે તેવી શક્યતા છે. રસ ધરાવતા તમામ જાગૃત ઉમેદવારોને વહેલી તકે ફોર્મ ભરી લેવા નિગમ દ્વારા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News