રાજકોટમાં પનીર અને દૂધમાં બેફામ ભેળસેળ; મહાપાલિકાએ લીધેલા વધુ ત્રણ સેમ્પલ ફેલ

  • May 05, 2026 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં બેફામ ભેળસેળયુક્ત પનીર અને દૂધનું વેંચાણ થઇ રહ્યું હોવાનું અનેક વખત સામે આવી ચૂક્યું છે. દરમિયાન તાજેતરમાં મહાપાલિકાની ફૂડ બ્રાન્ચે લીધેલા સેમ્પલનું ફૂડ લેબોરેટરીમાં પરીક્ષણ કરતા તેમાં સ્વાસ્થ્ય વર્ધક તત્વોને બદલે સ્વાસ્થ્યને હાનિકારક તત્વો હોવાનું સામે આવ્યું હતું અને સેમ્પલ ફેઇલ ગયા હતા.


રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અંજલી ચાઇનીઝ એન્ડ પંજાબી, મીત કોમ્પ્લેક્સ શોપ નં.૩, ઇન્દિરા સર્કલ પાસે, સત્યવિજય આઈસક્રીમ પાસે, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ પનીર (લુઝ)નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટ તથા અન્ય હોવા જરૂરી હોય પોષક તત્વો ધારાધોરણ કરતાં ઓછા આવેલ હોવાથી તેમજ અમુક હાનિકારક તત્વો પણ મળતા નમૂનો સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.


ફૂડ વિભાગ દ્વારા પ્રેમવાટિકા રેસ્ટોરન્ટ, ઓમ પેટ્રોલ પંપની સામે, રામાપીર ચોક, ૧૫૦ ફૂટ રિંગ રોડ, લાભદીપ સોસાયટી, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ પનીર (લુઝ)નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં ધારાધોરણ કરતાં ઓછી માત્રામાં પોષક તત્વો તેમજ અમુક હાનિકારક તત્વો મળતા નમૂનો સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.

ફૂડ વિભાગ દ્વારા મધુવન ડેરીફાર્મ, ઓજસ ઓરા- ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં.૧૯, મટુકી ૮૦ ફૂટ રોડ પાસે, વાવડી, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ ફૂલ ક્રીમ મિલ્ક લુઝનો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટની માત્રા ધારાધોરણ કરતાં ઓછી આવેલ હોવાથી નમૂનો સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application