ડોમિનો'ઝ, લા'પીનોઝ, રાજમંદિર ફાસ્ટ ફૂડમાં મનપાની ટીમ ત્રાટકી; પનીર, ચીઝનું સેમ્પલિંગ

  • May 05, 2026 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં બેફામ ભેળસેળયુક્ત પનીર ઝડપાઇ રહ્યું હોય તાજેતરમાં મહાપાલિકાની ફૂડ બ્રાંચની ટુકડીઓ દ્વારા સતત ત્રીજા સપ્તાહમાં પનીર ચેકીંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી જેમાં ડોમિનો'ઝ, લા'પીનોઝ, રાજમંદિર ફાસ્ટ ફૂડ સહિતની દુકાનોમાંથી પનીર અને ચીઝના સેમ્પલ લઇને પરીક્ષણ અર્થે ફૂડ લેબોરેટરીમાં મોકલવા કાર્યવાહી હાથ ધરાઇ છે.


વિશેષમાં મ્યુનિ.સૂત્રોના જણાવ્યા મુજબ પનીર, ચીઝના વધુ ૧૧ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં 

(૧) પનીર(મીડિયમ ફેટ) (લૂઝ)નું સેમ્પલ સ્થળ- જય ખોડિયાર સ્વીટ, શ્યામ પાર્ક-૨, મોટા મવા, પટેલ સમાજ પાસે, કાલાવડ રોડ ખાતેથી 

(૨) જૈન ડેરી મલાઇ પનીરનું સેમ્પલ સ્થળ- રાજમંદિર ફાસ્ટ ફૂડઝોન શોપ નં ગ્રાઉન્ડ ફ્લોર નં.૩, શાલીમાર કોમ્પ્લેક્સ, એસ્ટ્રોન ચોક, ટાગોર રોડ ખાતેથી 

(૩) પનીર ફ્રોઝન ક્યુબ્સ અને ગો ચિઝ સ્પ્રેડનું સેમ્પલ સ્થળ- જ્યુબીલીયન્ટ ફૂડ વર્કસ લી.(ડોમિનોઝ પીઝા), નાગર બોર્ડિંગ બિલ્ડીંગ, વિરાણી સ્કૂલની સામે, ટાગોર રોડ ખાતેથી 

(૪) ગો નેચરલ ચીઝનું સેમ્પલ સ્થળ- ફ્રેંડ્ઝ એન્ડ ફૂડ્સ (લા'પીનોઝ પીઝા), ગોલ્ડન અંબ્રેલા, વિરાણી સ્કૂલની સામે, ટાગોર રોડ ખાતેથી 

(૫) મિલ્કાના મેલ્ટેડ ચીઝનું સેમ્પલ સ્થળ- ફ્રેંડ્ઝ એન્ડ ફૂડ્સ (લા'પીનોઝ પીઝા), ગોલ્ડન અંબ્રેલા, વિરાણી સ્કૂલની સામે, ટાગોર રોડ ખાતેથી 

(૬) વિમલ પ્રોસેસ્ડ ચીઝનું સેમ્પલ સ્થળ- રાજમંદિર ફાસ્ટ ફૂડ ઝોન, શાલીમાર કોમ્પ્લેક્સ, એસ્ટ્રોન ચોક, ટાગોર રોડ ખાતેથી 

(૭) શીતલ શ્રીખંડ (મિક્સ ફ્રૂટ)નું સેમ્પલ સ્થળ- ગાત્રાળ જનરલ સ્ટોર, સૌરાષ્ટ્ર યુનિ.થી ક્રાઈસ્ટ કોલેજ રોડ, પોલીસ સ્ટેશનથી આગળ, મુંજકા ખાતેથી 

(૮) શીતલ શ્રીખંડ મેંગોનું સેમ્પલ સ્થળ- ગાત્રાળ જનરલ સ્ટોર, સૌરાષ્ટ્ર યુનિ.થી ક્રાઈસ્ટ કોલેજ રોડ, મુંજકા ખાતેથી 

(૯) હળદરનું સેમ્પલ સ્થળ- મહાવીર મસાલા (મંડપ), મહાવીર મસાલા માર્કેટ, પી.ડી માલવીયા કોલેજ પાસે, ગોંડલ રોડ ખાતેથી તેમજ 

(૧૦) જીરુંનું સેમ્પલ સ્થળ- મહાવીર મસાલા (મંડપ), મહાવીર મસાલા માર્કેટ, પી.ડી માલવીયા કોલેજ પાસે, ગોંડલ રોડ ખાતેથી લેવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application