રાજલક્ષ્મી બેકરીવાળા મનુભાઇ ખેતવાણીનો સમસ્ત લોહાણા સમાજની માફી માંગતો વિડીયો વાયરલ
ધંધાકીય ઉઘરાણી બાબતે પોરબંદરના વેપારી સાથે વાતચીત દરમ્યાન લોહાણા સમાજ માટે અભદ્ર વાણીવિલાસ કરનારા જામનગરની રાજલક્ષ્મી બેકરીવાળા મનુભાઇ ખેતવાણીનો માફી માંગતો વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં બે હાથ જોડીને સમસ્ત લોહાણા સમાજની માફી માંગવામાં આવી છે.
બે-ત્રણ દિવસ પહેલા મનુભાઇ ખેતવાણી દ્વારા પૈસાની ઉઘરાણીને લઇને પોરબંદરના વેપારી સાથે કરવામાં આવેલા અભદ્ર વાણીવિલાસની ઓડિયો કલીપ જાહેર થયા બાદ લોહાણા સમાજમાં ઉગ્ર વિરોધ ફાટી નીકળ્યો હતો અને ઠેકઠેકાણે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા, જામનગરમાં પણ આવતીકાલે લોહાણા મહાજનના દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે.
દરમ્યાનમાં જે વ્યક્તિ દ્વારા લોહાણા સમાજ વિશે અપશબ્દો બોલવામાં આવ્યા છે, તે રાજલક્ષ્મી બેકરીવાળા મનુભાઇ ખેતવાણીની વિડીયો કલીપ આજે વાયરલ થઇ રહી છે, જેમાં એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, હું મનુભાઇ ખેતવાણી હું સમસ્ત લોહાણા સમાજની માફી માગું છું, સમાજની લાગણી દુભાઇ હોઇ તો તેના માટે માફી માંગુ છું, ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેની ખાતરી આપું છું.
આમ, સમગ્ર પ્રકરણ જ્યારે ચર્ચાના ચાકડે ચડ્યું છે ત્યારે માફી માંગનારા વ્યક્તિની વિડીયો કલીપ પણ શહેરભરમાં અને જિલ્લામાં વાયરલ થઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application₹1 નો સિક્કો બનાવવામાં કેટલો ખર્ચ થાય છે? RBI એ આપ્યો પાઈ-પાઈનો હિસાબ
June 04, 2025 09:45 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech