દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થિત આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત બ્લ્યૂ ફ્લેગ બીચ શિવરાજપુર પર સીઝન ચાલુ થઇ છતાંય વોટર સ્પોર્ટ્સ એકટીવીટી બંધ હોવાથી ત્રણ ગામના ધંધાર્થીઓ પરેશાન છે.
તેમની સાથે દ્વારકા જગત મંદિરમાં દર્શન કરવા આવતા યાત્રીકો પણ મોટી સંખ્યામા શિવરાજપુરની મુલાકાત ચોક્કસ લેતા હોય છે ત્યારે તમામ એક્ટિવિટી બંધ હોવાથી બહારથી પધારતા યાત્રિકો નિરાશ થઈ પરત ફરતા હોય છે, છેલ્લા આઠ દિવસથી શિવરાજપુર મકનપૂર અને મોજય ગામના સ્થાનિક લોકો જે બીચ પર ધંધો કરે છે તેઓ દ્વારકાની એસડીએમ કચેરી ખાતે પ્રતીક ધરણા પર બેઠા છે.
જે દરમિયાન કોઈ નિર્ણયના આવતા સ્થાનિક ધારાસભ્ય પબુભા માણેક એસડીએમ કચેરી ખાતે પહોંચી પ્રતીક ધરણા કરતા ત્રણ ગામના લોકો અને મીડિયા સાથે વાત કરી હતી કે, મુખ્ય મંત્રી, કેબિનેટ મંત્રી, સાંસદ અને ધારાસભ્ય સૌ ઈચ્છે છે કે,બીચ એકટીવીટી ચાલુ થાય, અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી છે છતાંય કેમ ચાલુ નથી થતું એ સમજાતું નથી.
દ્વારકાના ધારાસભ્ય માણેકની મધ્યસ્થતામાં તાત્કાલિક નિર્ણય આવે અને સરકાર પોતાના નિતિ નિયમો સાથે તમામ એકિટિવીટી પુન: ચાલુ કરે તેવી લોક્માંગણી ઉઠવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application