જામનગરના વરિષ્ઠ નાગરિકો સિનિયર સીટીઝન માટેની રમત સ્પર્ધામાં ભાગ લઈ શકશે

  • January 10, 2024 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લા અને શહેરના સ્પર્ધકોએ તા.૧૫ જાન્યુ.સુધીમાં અરજી પત્રક ભરવાનું રહેશે

રાજ્ય સરકારના માર્ગદર્શન તળે સંચાલિત રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત-ગમત અધિકારી, જામનગર ગ્રામ્ય દ્વારા સંચાલિત જામનગર જિલ્લા સિનીયર સિટીઝન સ્પર્ધા ચાલુ વર્ષ-૨૦૨૪ દરમિયાન યોજાવા જઈ રહી છે.
જે અન્વયે, જામનગર શહેર અને જિલ્લાના ૬૦ વર્ષ થી ઉપરના સિનિયર સીટીઝન માટે વોલીબોલ, રસ્સાખેંચ, કેરમ, ચેસ, યોગાસન તથા એથ્લેટીક્સ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા ઈચ્છુક સિનિયર સીટીઝનોએ નિયત નમુનાનું પ્રવેશપત્ર જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, જામનગર ગ્રામ્ય, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, અજીતસિંહ ક્રિકેટ પેવીલીયન (ક્રિકેટ બંગલો), સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બિલ્ડીંગ, જિલ્લા પંચાયતની સામે, જામનગર- ૩૬૧૦૦૧ ખાતેથી મેળવી લેવાનું રહેશે.
આ ફોર્મમાં સ્પર્ધકે પોતાની સંપૂર્ણ વિગતો ભરીને આગામી તા.૧૫ જાન્યુઆરી સુધીમાં કચેરી સમય દરમિયાન મોકલી આપવાનું રહેશે. તા.૧૫ જાન્યુઆરીની સુનિશ્ચિત કરાયેલી સમય મર્યાદા દરમિયાન આવેલા પ્રવેશપત્રોના સ્પર્ધકોને વિગતવાર કાર્યક્રમ અંગેની અત્રેની કચેરીથી જાણ કરવામાં આવશે. જેની દરેક સ્પર્ધકને ખાસ નોંધ લેવા માટે જિલ્લા રમત ગમત અધિકારી  બી.જે.રાવલીયા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application