સાતનાલા પાસે પોલીસ પ્રગટી : ૪૦ હજારની રીક્ષા કબ્જે
જામનગરના સમર્પણ સર્કલ પાસે રીક્ષાની ઉઠાંતરી થઇ હતી જેનો ભેદ સીટી-સી પોલીસે ઉકેલી નાખ્યો છે, એક શખ્સને ચોરાઉ રીક્ષા સાથે પકડી લેવામાં આવ્યો હતો.
જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક ડી.પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ સીટી-સી ડીવીઝન નયના ગોરડીયાની સુચનાથી તેમજ પીઆઇ એ.આર. ચૌધરીની સુચનાથી સર્વેલન્સ સ્કોના પીએસઆઇ વી.એ. પરમાર તથા પોલીસ સ્ટાફના માણસો સાથે જામનગર સીટી-સી ડીવીઝનના ૩૭૯ મુજબ સીએનજી રિક્ષા ચોરીનો ગુનો બનેલ હોય જે ગુનો અનડીટેકટ હોય જે શોધી કાઢવા માટે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન ટેકનીકલ તથા હયુમન સોર્સ દ્વારા સ્ટાફના પો.હેડ કોન્સ ખીમશીભાઇ ડાંગર, પો.કોન્સ હોમદેવસિંહ જાડેજા, હર્ષદભાઇ પરમાર, વનરાજભાઇ ખવડને સંયુકત બાતમી રાહે હકીકત મળેલ કે ઉપરોકત ચોરીમાં ગયેલ રીક્ષા નં. જીજે૩એડબલ્યુ-૦૯૦૮ સાથે દિપક મંગા સીંગરખીયા રહે. વામ્બે આવાસ બ્લોક નં. ૫, રુમ નં. ૧૧ જામનગર મુળ ડાંગરવડ તા. કલ્યાણપુર, દ્વારકાવાળો શીવ હોટલ ધરારનગરથી સાતનાલા તરફ આવતો હોવાની હકીકત આધારે વોચમા રહી ઇસમને પકડી પાડી ૪૦ હજારની રીક્ષા કબ્જે કરી પો.હેડ કોન્સ કે.જી. ડાંગરએ ધોરણસરની કાર્યવાહી કરી ઉપરોકત અનડીટેકટ ગુનો ડીટેકટ કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application₹1 નો સિક્કો બનાવવામાં કેટલો ખર્ચ થાય છે? RBI એ આપ્યો પાઈ-પાઈનો હિસાબ
June 04, 2025 09:45 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech