PM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠકઃ રાજનાથ સિંહ-અજિત ડોભાલ સહિત ત્રણેય સેનાના વડાઓ હાજર

  • April 29, 2025 07:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) અનિલ ચૌહાણ અને ભારતીય સેનાની ત્રણેય પાંખના વડાઓએ ભાગ લીધો હતો.


સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં તાજેતરના આતંકવાદી હુમલાઓ અને સરહદ પરની સુરક્ષા સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, આંતરિક સુરક્ષા અને આતંકવાદ વિરોધી અભિયાનોની સમીક્ષા પણ કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ સુરક્ષા દળોને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા અને આતંકવાદ સામેની લડાઈને વધુ મજબૂત બનાવવા માટે જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યા હતા.


આ બેઠક રાષ્ટ્રીય સુરક્ષાના પરિપ્રેક્ષ્યમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલાઓને ધ્યાનમાં રાખીને. વડાપ્રધાન અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચેની આ ચર્ચા દેશની સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application