રાજકોટ-ગોંડલ હાઇવે પર ભરૂડી નજીક રાત્રીના કારનો અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવકનું મોત નીપજ્યું હતું જયારે તેની સાથેના બંને મિત્રોને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કાર ડિવાઈડર સાથે અથડાતા ટાયર ફાટ્યું હતું બાદમાં રોડની સાઈડમાં ઉભેલા ટ્રકમાં ઘુસી જતા આ અકસ્માત સર્જાયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ત્રણેય મિત્રો ગોંડલથી હાઇવે પર આવેલી હોટેલમાં જમવા જતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.
ટાયર ફાટતા ચાલકે કાબુ ગુમાવી દીધો હતો
બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના હડમતાળાના અને હાલ ગોંડલમાં રહેતા દિવ્યરાજસિંહ અજીતસિંહ જાડેજા (ઉ.વ.24) તેની સાથેના મિત્રો નરેન્દ્રસિંહ હરદેવસિંહ જાડેજા (ઉ.વ.28) અને કુલદીપસિંહ જાડેજા (ઉ.વ.25) ત્રણેય ગત રાત્રીના ગોંડલથી શાપર પહેલા શક્તિમાન કારખાના પાસે આવેલી અજયરાજ હોટેલએ કાર લઈને જમવા જતા હતા ત્યારે રાત્રીના સાડા બારેક વાગ્યે ભરૂડી નજીક પેટ્રોલપંપ પાસે કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ ટાયર ફાટતા ચાલકે કાબુ ગુમાવી દીધો હતો અને કાર સામેની સાઈડમાં ઉભેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.
ત્રણેય યુવકને કારમાંથી બહાર કાઢી રાજકોટ સિવિલ હોસ્પિટલએ ખસેડાયા
અકસ્માત સર્જાતા આસપાસના લોકો સહિતના દોડી આવ્યા હતા અને ત્રણેય યુવકને કારમાંથી બહાર કાઢી રાજકોટ સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા જેમાં દિવ્યરાજસિંહને ગંભીર ઇજા હોવાથી તેનું મોત નીપજ્યું હતું જયારે નાય બંને મિત્રોને સામાન્ય ઇજા થતા સારવાર આપવામાં આવી હતી. બનાવની જાણ હોસ્પિટલ ચોકી દ્વારા ગોંડલ તાલુકા પોલીસને કરવામાં આવતા પીએસઆઇ રાજેશ સોલંકી સહિતનો સ્ટાફ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર દિવ્યરાજસિંહ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો અને અપરણિત હતો. યુવકના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application₹1 નો સિક્કો બનાવવામાં કેટલો ખર્ચ થાય છે? RBI એ આપ્યો પાઈ-પાઈનો હિસાબ
June 04, 2025 09:45 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech