ગાગવાધાર, ધ્રોલ નજીક દાની હેરાફેરી કરતા ૩ની અટકાયત
મેઘપરમાં એક મકાનમાં પોલીસે દરોડો પાડીને એક શખ્સને વિદેશી દાની ૬૦ બોટલ સાથે પકડી લીધો હતો જેમા બે શખ્સના નામ ખુલ્યા હતા, તથા ધ્રોલ નજીક દાની બે બોટલ સાથે પરપ્રાંતીય શખ્સ ઝપટમાં આવ્યો હતો અને પડાણા પોલીસે ગાગવાધાર વિસ્તારમાં બે શખ્સોને દાની બોટલો સાથે દબોચી લીધા હતા.
લાલપુરના મેઘપર ગામમાં મંદિરની બાજુમાં રહેતા ગીરીરાજસિંહ ઉર્ફે ભા ભરતસિંહ પિંગળના રહેણાંક મકાને પડાણા પોલીસે દરોડો પાડી વિદેશી દાની ૬૦ બોટલ સાથે પકડી લીધો હતો, તપાસ દરમ્યાન સિંગચ ગામના રાજેન્દ્રસિંહ વાઢેર તથા જામનગરના કરણ ભણશાળીની સંડોવણી સામે આવી હતી આ બંનેને પકડવા તપાસ લંબાવવામાં આવી છે.
આ ઉપરાંત એમપીના કઠીવાડાના વતની મુખી ગજલા ભયડીયા નામના શખ્સને ઇંગ્લીશ દાની બે બોટલ સાથે રાજકોટ જામનગર હાઇવે ધ્રોલ નજીક કેનાલ પાસેથી પકડી લેવામાં આવ્યો હતો. જયારે ગાગવા ધાર વિસ્તારમાં રહેતા વિક્રમ રમણીક પરમારને ઇંગ્લીશ દાની ૩ બોટલ સાથે પકડી લીધો હતો, જયારે ગાગવા ધાર ખાતે રહેતા રસિક હીરા રાઠોડને ગામના પાટીયા પાસેથી ઇંગ્લીશ દાની બે બોટલ તથા મોટરસાયકલ નં. જીજે૧૦ડીકયુ-૮૩૪૬ સાથે દબોચી લેવાયો હતો.